સિંધી કલોથ માર્કેટ એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાય આપવા કરી માંગણી
જામનગરના બર્ધનચોકમાં વર્ષોથી કાયદેસર દસ્તાવેજવાળી લાખો પિયાની કિંમતની દુકાનોમાં સિંધી લોકો વેપાર-ધંધો કરી રહ્યા છે, જયારે એક નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા સિંધી માર્કેટના વેપારીઓને ખુલી ધમકી આપવામાં આવી છે કે, પથારાવાળાને 24 કલાકમાં બેસવા નહીં દેવાય તો તેઓ સિંધી માર્કેટની તમામ દુકાનો બંધ કરી દેવાશે, આવું નિવેદન તેમણે ફેસબુક મારફત આપ્યું હતું, આ અંગે તાત્કાલીક ઘટતું કરવાની માંગણી સિંધી કલોથ માર્કેટ એસોસીએશનન દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અમે લાખો પિયાની કિંમતની દુકાનોમાં ધંધો કરી રહ્યા છીએ, હાલમાં ગેરકાયદેસર રેકડી અને પથારાવાળાઓને ફેસબુક મોબાઇલના માઘ્યમથી જામનગરની નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા ખુલી ધમકી આપી છે અને ફેસબુક માઘ્યમથી કહ્યું છે કે, આ માર્કેટની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને બે સમાજ વચ્ચે ધૃણા ફેલાય અને ઉશ્કેરીજનક શબ્દો વિડીયોમાં બોલેલ છે જેના લીધે સિંધી સમાજની લાગણીને ઠેંસ પહોંચી અને અમારી લાગણી પણ દુભાઇ છે.
જિલ્લા કલેકટરને આપેલા આ આવેદનપત્રમાં કહ્યું છે કે, અમારા વેપાર-ધંધા પર તેની ગંભીર અસર જોવા મળી છે અને બર્ધનચોકમાં લાખોની કિંમતની દુકાનો લઇ સરકારી નિયમ મુજબ ધારા-ધોરણ પ્રમાણે કરવેરો, સફાઇ વેરો, ઇલેકટ્રીક બીલ તેમજ અન્ય સરકારી જે કાંઇ ભરપાઇ કરવી પડતી હોય તે અમો નિયમ મુજબ શોપ એકટ લાયસન્સ લઇ ધંધો કરતા હોય તેમ છતાં અમારો કોઇ વાંક-ગુન્હો ન હોય ગેરકાયદેસર પથારા ચલાવતા લોકોને ઘ્યાનમાં રાખીને અમારી દુકાનોને બંધ કરાવવા નગરસેવિકાએ અલ્ટીમેટમ આપી અમારા વેપાર ન કરવા તેમજ સિંધી લોકોને ધંધો ન કરવાની ખુલ્લી ધમકી આપેલ છે અને આ ધમકીથી અમારા વેપાર-ધંધા ઉપર ગંભીર અસર થતી હોય એક રાજકીય નગરસેવિકાના કહેવાથી અમોને ધંધા-વેપાર બંધ કરવા માટે મજબુર કરતા હોય અમો કાયમી ધોરણે વેપાર કરી શકીએ તે હેતુથી અમોને ન્યાય આપવા અંતમાં માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech