જુદા જુદા દેશો ટ્રાન્સજેન્ડર, નોન બાઈનરી અને ઇન્ટરસેક્સ લોકો વિશે જુદી જુદી રીતે વાત કરે છે. કેટલીક જગ્યાએ આને અપનાવવામાં આવ્યું છે, તો કેટલીક જગ્યાએ તેમનો અવાજ દબાવવામાં આવ્યો છે. તો ઘણા દેશો રોજેરોજ પોતાના અધિકારોની વાત કરે છે. આ દરમિયાન દુનિયાના એક દેશમાંથી આવા સમાચાર આવ્યા છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. દક્ષિણ અમેરિકન દેશ પેરુએ સત્તાવાર રીતે મોટો નિર્ણય લીધો છે.
' ટેલિગ્રાફે આપેલા અહેવાલ મુજબ, આ દેશે સત્તાવાર રીતે ટ્રાન્સજેન્ડર, નોન-બાઈનરી અને ઈન્ટરસેક્સ લોકોને 'માનસિક રીતે બીમાર' જાહેર કર્યા છે. તેમને મફત સારવાર આપવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. પેરુના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 'માનસિક સ્વાસ્થ્ય માટે તબીબી સંભાળના સંપૂર્ણ કવરેજ સાથે, દેશની જાહેર આરોગ્ય સેવાઓને ટ્રાન્સ સમુદાય સુધી વિસ્તરિત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો હતો.
LGBTQ+ આઉટલેટ પિંક ન્યૂઝના અહેવાલ અનુસાર, આ નિર્ણયથી ટ્રાન્સ અને ઇન્ટરસેક્સ લોકો માનસિક રીતે બીમાર છે તે દર્શાવવા માટે આવશ્યક આરોગ્ય વીમા યોજનાઓની ભાષા બદલાશે. આઉટલેટના અહેવાલ મુજબ, આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ફેરફાર છતાં, ટ્રાન્સ અને અન્ય LGBTQ+ લોકોને કન્વર્ઝન થેરાપીમાંથી પસાર થવાની ફરજ પાડવામાં આવશે નહીં.
જો કે, દેશભરના LGBTQ+ જૂથોના કાર્યકરોએ આ નિર્ણયની ટીકા કરી અને કહ્યું કે તે તેમના અધિકારો અને સુરક્ષા માટેની લડાઈને પાછળ ખેંચી રહ્યું છે. આઉટફેસ્ટપેરુના સંપાદક જિંસાર પકાયાએ X પર લખ્યું, 'સમલૈંગિકતાને અપરાધ જાહેર કર્યાના 100 વર્ષ પછી, @Minsa_Peru પાસે માનસિક બીમારીઓની શ્રેણીમાં ટ્રાન્સ લોકોને સામેલ કરવા સિવાય બીજું કંઈ સારું નહોતું. અમે આની માગણી કરીએ છીએ અને જ્યાં સુધી તે રદ ન થાય ત્યાં સુધી આરામ નહીં કરીએ.
લિમાની સાઉથ સાયન્ટિફિક યુનિવર્સિટીના તબીબી સંશોધક પર્સી માયટા-ટ્રિસ્ટને ટેલિગ્રાફને જણાવ્યું હતું કે આ નિર્ણય LGBTQ+ મુદ્દાઓની જાગૃતિના અભાવને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું, હકીકતને નજરઅંદાજ કરી શકતા નથી કે આ ખૂબ જ રૂઢિચુસ્ત સમાજમાં થઈ રહ્યું છે, જ્યાં LGBTQ સમુદાયને કોઈ અધિકાર નથી અને જ્યાં તેમને માનસિક રીતે બીમાર જાહેર કરવાથી કન્વાર્જન થેરાપીના દરવાજા ખુલી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech