ઉતરાચલના નંદપ્રયાગ ખાતે ૯૫૬ની રામકથા માનસ નંદપ્રયાગ ચાલી રહી છે. રામકથા દરમ્યાન મોરારીબાપુ એ કહયું હતું કે, સવારે પાંચ વાગ્યે મને સમાચાર મળ્યા કે, રાત્રીના ૧ થી ૨ ની વચ્ચે ભારતે સર્વભુતહીતાય સર્વભુતસુખાય, સર્વભુતપ્રીતાય, આંતકવાદ ના નાશ માટે સપોટ કરવાવાળા વ્યકિતઓ પર એક પ્રયોગ કર્યો, એમા બધાનું સુખ છે આ પ્રયોગ માટે અમારા વીર, ધીર અને ગંભીર યશસ્વી વડાપ્રધાન મોદીને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
સાથે સાથે સરક્ષણમંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમીત શાહ અને બધા કેબીનેટ મંત્રી ઓ અને મારા દેશની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સ અને દેશવાસીઓને એક સાધુ તરીકે ફરી એકવાર સર્વભુતહીતાય, સર્વભુતસુખાય, સર્વભુતપ્રીતાય જો પ્રયોગ કર્યો હું હુમલા શબ્દનો ઉપયોગ નહી કરું આ એક પ્રયોગ છે કરવા જેવો પ્રયોગ છે. દેશકાળ અને પાત્રને જોઈને કરવા જેવો પ્રયોગ છે. આ માટે મારા દેશની સમગ્ર જનતાને ખુબ ખુબ અભિનંદન આપુ છું.
વ્યાસપીઠ પરથી બધા ફલાવર્સને સાથે લઈને જે ઘટનામાંના સુખ હોય ના દુ:ખ હોય બંન્નેથી પર હોય તેને આનંદ કહેવામા આવે છે. એટલે આનંદની સાથે ભારતમાતાની જય બોલાવી હતી. અને આગળ આગળ જે થાય તેમ બોલી કહ્યું કે આગે આગે ગોરખ જાગે મે જેવી રીતે સાંભળ્યું તેમ આ પ્રયોગ કોઈ દેશ પર નથી. કે કોઈ દેશની આર્મી પર નથી. આ પ્રયોગ આંતકવાદી તેમજ તેના વડાઓ પર છે.
જેમ આપણા દેશના વડાપ્રધાન બોલતા રહ્યા અને ગંભીરતાથી થોડા દિવસો કાઢયા અને વિરતા બતાવી ફરી એકવાર વીરતા, ધીરતા અને ગંભીરતા ને નમન છે. તેમ તેમણે કહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech