શહેર નજીકના અધેવાડામાં યુવાને શખ્સને હાથ ઉછીના આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. જેને લઈ બોલાચાલી બાદ આઠ શખસોએ છરી, લોખંડના પાઈપ, ફરસી સહિતના હથિયારો વડે હુમલો કરી બે ભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને લઈ ઈજાગ્રસ્ત બંને યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભરતનગર પોલીસે ગુનો નોંધી ત્રણ હુમલાખોરની ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા ન્યાયમુર્તીએ ત્રણેય શખસના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.
અધેવાડા ગામમાં રહેતા રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ પ્રવિણભાઈ ચૌહાણએ આજ ગામમાં રહેતા ગૌતમ જાદવ અને રાકેશ જાદવને ઉછીના રૂપિયા આપ્યા હતા, જે રૂપિયાની ગૌતમ પાસે ઉઘરાણી કરતા તેને સારુ ન લાગતા બોલાચાલી અને ઝપાઝપી કહી હતી. બાદ રાત્રિના અરસા દરમિયાન રાજુભાઈને બંને શખ્સોએ અધેવાડા નદીના પાળે બોલાવ્યો હતો, જ્યા અન્ય શખ્સો પણ હથિયારો સાથે ઉભેલા જ હતા અને રાજુ પર છરી, પાઈપ વડે ઉતરી પડયા હતા, જેથી જાણ થતા રાજુભાઈનો મોટો ભાઈ ધર્મેશભાઈ ચૌહાણ પણ દોડી ગયો હતો, પરંતુ ત્યા આઠ શખસો હથિયારો સાથે હુમલો કરતા ધર્મેશ વચ્ચે બચાવવા ગયો તેને પણ ઘેરી લઈને હુમલો કરી આડેધડ હથીયારોના ઘા ઝીંક્યા હતા. શખસોએ એટલા ઝનુનથી ધા કર્યા હતા કે રાજુભાઈના ગાલ ફાડી જીભ છરાથી કાપી નાખી હતી. શખસોએ છરી, ફરસી, લોખંડનો પાઈપ સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવતા બંને ભાઈને લોહીયાળ હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
હુમલાની જાણ થતા ભરતનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને હુમલાખોર રાકેશ જાદવ, ગૌતમ જાદવ, લાલુ ધારશી, દર્શન ઉર્ફે દશો, સહદેવ રાયશીંગભાઈ પરમાર, રાહુલ જાદવ, રાકેશ ઉર્ફે કાળુ ભગતભાઈ જાદવ અને લાલુ ધારશીનો ભત્રીજો સામે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન હિચકારા હુમલાની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હુમલાખોર પૈકી ગૌતમ અશોકભાઈ જાદવ, લાલુ ધારશીભાઈ પરમાર અને દર્શન ઉર્ફે દસો અરવિંદભાઈ જાદવ (રે. તમામ. અધેવાડા)ની ધરપકડ કરી લીધી હતી. જ્યારે પોલીસે રાત્રીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા ન્યાયમુર્તીએ ત્રણેય હુમલાખોરના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હોવાનું અને પોલીસ રિમાન્ડ દરમિયાન શખસોના કબજામાંથી હથીયાર કબજે કરાશે જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ભરતનગર પોલીસે જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શરીર સંબંધ બાંધવા અંગેના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા
May 06, 2025 10:27 AMખંભાળિયામાં મધ્યરાત્રીના સમયે વાજડી સાથે વરસાદ
May 06, 2025 10:16 AMટી-20 અને વનડેમાં ભારતનો દબદબો યથાવત
May 06, 2025 10:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech