ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામ તરફ જતા માર્ગેથી સ્થાનિક ગુનાશોધક શાખાના પોલીસ સ્ટાફે રૂપિયા 3200 ની કિંમતની વિદેશી દારૂની 8 બોટલ સાથે પ્રવીણ ઉર્ફે પપુ મૂળજીભાઈ આયડી (ઉ.વ. 21) અને વિરેન્દ્રસિંહ દિલુભા જાડેજા 39 નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે જામનગરના બેડી ખાતે રહેતા અનવર નામના શખ્સનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે ખંભાળિયા પોલીસે એલ.સી.બી. એ.એસ.આઈ. સજુભા જાડેજાની ફરિયાદ પરથી આગળની તપાસ હાથ ધરી છે.
જયારે કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના વતની કાલીયા ઉર્ફે કાલુ નથુ કલેશ નામના 31 વર્ષના શખ્સને રૂપિયા 4,200 ની કિંમતની વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
ઓખાની પરિણીતાને ત્રાસ આપતા પતિ તેમજ સાસુ સામે ફરિયાદ
ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં હાલ રહેતી અને અરવિંદભાઈ રામદાસભાઈ પાબારીની 42 વર્ષની પરિણીત પુત્રી અંજનાબેન દીપેશભાઈ મોદીને તેણીના લગ્ન જીવન દરમિયાન વર્ષ 2002 થી આજ સુધીના સમયગાળા દરમિયાન તેણીના નવી બજાર- ઓખા ખાતે રહેતા પતિ દીપેશભાઈ ગીરીશભાઈ મોદી તેમજ મધુબેન ગીરીશભાઈ મોદી દ્વારા અવારનવાર મેણા-ટોણા મારી, બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો
May 08, 2025 10:49 AMવિરાણી ચોક પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પર ચડી, જુઓ Video...
May 08, 2025 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech