જુદા-જુદા ક્ષેત્રની સફળતાના શિખરે પહોંચેલી સન્નારીઓને વધુ એક વખત સન્માનવામાં આવશે: સાંસદ પૂનમબેન માડમ અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહેશે: જમાવટ ફેઇમ મહીલા જર્નાલીસ્ટ દેવાંશી જોશીની ખાસ ઉપસ્થિતિ: જામનગરના જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવોની હાજરી
મહીલાઓને ફ્રી એન્ટ્રી: ભોજનની વ્યવસ્થા: રજીસ્ટ્રેશન કરાવો
આજકાલ વુમન્સ પાવર એવોર્ડ જામનગરની મહીલાઓ માટે યાદગાર બની રહેશે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જામનગરની મહીલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે તેમજ કાર્યક્રમ બાદ કેશવારાસ ગાર્ડન રેસ્ટોરન્ટના ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે, કાર્યક્રમમાં હાજર રહેવા માટે મહીલાઓને રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે, જે મહીલા ઉપસ્થિત રહેવા માંગતા હોય એમણે વોટસએપ નંબર ૯૯૭૯૮૫૦૫૯૦ પર પોતાનું નામ અને મોબાઇલ નંબર લખાવી લેવા વિનંતી છે. રજીસ્ટ્રેશનના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.
આજકાલ પ્રઆજકાલ ગ્રુપ દ્વારા ઘણા વર્ષથી રાજકોટમાં આંતરરાષ્ટ્રિય મહીલા દિવસના અનુસંધાને વુમન્સ પાવર એવોર્ડ મહીલાઓને આપીને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ગયા વર્ષથી જામનગરમાં પણ આજકાલ ગ્રુપ દ્વારા વુમન્સ પાવર એવોર્ડ આપવાનું શરૂ થયું છે, આ વર્ષે પણ ઇન્ફીનીટી મની દ્વારા પ્રાયોજીત આજકાલ વુમન પાવર એવોર્ડનો જાજરમાન કાર્યક્રમ યોજાશે જેમાં જુદા-જુદા ક્ષેત્રની સફળતા શિખરે પહોંચેલી અને શુન્યમાંથી સર્જન કરનારી મહીલાઓના સન્માન કરવામાં આવશે, કાર્યક્રમમાં સાંસદ સહિતના શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને એમના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવશે.
રાજકોટમાં આજકાલ દ્વારા મહીલાઓને સન્માન કરીને પ્રોત્સાહીત કરવાનો થોડા વર્ષો પહેલા પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ગત વર્ષે જામનગરમાં પણ પ્રથમ વખત વુમન પાવર એવોર્ડનું આયોજન કરાયું હતું જેમાં અહીંની નિવડેલી તથા પોતાના ક્ષેત્રમાં સફળતાના એવરેસ્ટ પર પહોંચેલી મહીલાઓના સન્માન કરવામાં આવ્યા હતાં, ગત વખતે કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો અને શહેર-જિલ્લા તેમજ સૌરાષ્ટ્રભરમાં એવોર્ડ સમારોહની ચર્ચા રહી હતી, ત્યારબાદ જ આજકાલ ગ્રુપે એવો નિર્ણય લીધો હતો કે, પ્રતિવર્ષ જામનગરમાં મહીલાઓને એવોર્ડથી સન્માનીત કરીને પ્રોત્સાહીત કરવાનો સીલસીલો ચાલું રાખવામાં આવશે.
આ વર્ષે આગામી ૬ઠ્ઠી માર્ચ ગુરૂવારના રોજ કેશવારાસ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે સાંજે ૪ થી ૭ કલાક સુધી ઇન્ફીનીટી મની પ્રાયોજીત આજકાલ વુમન્સ પાવર એવોર્ડનો કાર્યક્રમ યોજાશે અને તેમાં અંદાજે ૨૦થી વધુ અલગ-અલગ ક્ષેત્રની મહીલાઓને એવોર્ડથી સન્માનીત કરીને એમને પ્રોત્સાહીત કરવામાં આવશે.
છેલ્લી ત્રણ ટર્મથી જામનગરના સાંસદ રહેલા અને મહીલા કલ્યાણના અનેક કાર્ય કરતા તથા હાલારભરમાં લોકપ્રિયતાની શીખર પર પહોંચેલા સાંસદ પૂનમબેન માડમ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે અને એમના દ્વારા મહીલાઓને વુમન પાવર એવોર્ડ આપવામાં આવશે, આ ઉપરાંત ગુજરાતના જાણીતા મહીલા પત્રકાર અને જમાવટ ફેઇમ દેવાંશી જોશી ઉપસ્થિત રહેશે, એમની ધારદાર વાણીને સાંભળવાનો લ્હાવો પણ મહીલાઓને મળશે.
આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઇ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કેતન ઠકકર પણ ઉપસ્થિત રહીને વુમન્સ પાવર એવોર્ડના આ અવસરને દિપાવશે.
ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન જીતુ લાલ, જાણીતા લેન્ડ ડેવલપર્સ વી.પી.મહેતા, ખ્યાતનામ બિલ્ડર મહેશભાઇ વારોતરીયા, જાણીતા બિલ્ડર જમનભાઇ ફળદુ, જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના અગ્રણી વિશાલભાઇ મોદી તેમજ આ એવોર્ડ સમારોહ માટે મુખ્ય સ્પોન્સર તરીકેનો ભાગ ભજવનાર ઇન્ફીનીટી ગ્રુપના માલીક વિનાયકભાઇ મહેતા, જલારામ મેટલ્સના મેહુલભાઇ જોબનપુત્રા, વિશાલ જવેલર્સના કેતનભાઇ વારીયા અને મહાવીર બાંધણીના વિભોદભાઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને તમામ મહેમાનોને આજકાલના એડીટર ઇન ચીફ તથા એમડી ચંદ્રેશભાઇ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMભારત-પાક યુદ્ધ : રાજકોટમાં જૈન અને રાજપૂત સમાજે ભેગા મળી દેશના સૈનિકો માટે પ્રાર્થના કરી
May 09, 2025 12:30 PMબોલિવૂડમાં 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ બનાવવાની હોડ
May 09, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech