પૂર્વ મંત્રી દિવંગત શ્રી બાબુભાઈ લાલની જન્મતિથીના દિવસે ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલમાં આગામી તા.૨૨ ના રોજ રકતદાન યજ્ઞ ગણપતિ પંડાલોના સંચાલકો તેમજ ધો.૧૦-૧૨ ના તેજસ્વી છાત્રોના સન્માનના કાર્યક્રમો થશે...
જામનગર પંથકમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સતત કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે તા.રર ના રોજ શહેરમાં ધર્મ-શિક્ષણ અને માનવ સેવાના ત્રિવેણી સંગમરૂપ અભિનવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ' છોટી કાશી' માં ગણપતિ મહોત્સવની ઉજવણીમાં જોડાનાર ગણેશ પંડાલોના સંચાલકોનું તેમજ ધો.૧૦-૧૨ ની તેજસ્વી યુવા પ્રતિભાઓનું સન્માન કરવા સાથે રકતદાન યજ્ઞ જેવી માનવ સેવાની પ્રવૃતિને વેગ મળે તે માટે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ તા.રર-૧૦-૨૦૨૪ (મંગળવાર) ના રોજ આયોજીત કરવામાં આવ્યો છે.
આ દિવસે ઓશવાળ સેન્ટરના વાતાનુકુલીત બેન્કવેટ હોલ ખાતે સાંજે ૫-૦૦ થી ૭-૦૦ વાગ્યા દરમ્યાન રકતદાન યજ્ઞ તેમજ ગણપતિ પંડાલોના સંચાલકો અને ધો.૧૦-૧૨ ના તેજસ્વી છાત્ર-છાત્રાઓનું સન્માન કરવામાં આવશે આ સાથે આ પ્રસંગે શહેરના સંતો-મહંતો-ધર્માચાર્યો આર્શિવચન આપવા પધારશે તેમ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech