ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે હવે યુએસએઆઇડી ભંડોળના વિદેશી સહાય કરારોમાં 90% થી વધુ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી અંગે ઘણા મોટા નિર્ણયો લીધા છે. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એજન્સીના વિદેશી સહાય કરારોમાં 90% થી વધુ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી વૈશ્વિક આરોગ્ય, શિક્ષણ અને વિકાસ કાર્યક્રમો પર અસર પડશે.
વોશિંગ્ટન ફ્રી બીકનના અહેવાલ મુજબ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા યુએસ વિદેશી સહાયની સમીક્ષા પૂર્ણ કયર્િ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 15,000 કરાર રદ કયર્િ છે જેને 60 બિલિયન ડોલરની નાણાકીય સહાય આપવામાં આવી રહી હતી. આમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અને યુએસએઆઈડી દ્વારા પૂરી પાડવામાં આવતી વિદેશી સહાય બંનેનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 4.4 બિલિયનના મૂલ્યની લગભગ 4,100 વિદેશી સહાય ગ્રાન્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. યુએસએઆઇડી ગ્રાન્ટ ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્રે 54 બિલિયન ડોલરના 5,800 સહાય કરારોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ 20 જાન્યુઆરીના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પે કયા વિદેશી સહાય કાર્યક્રમો ચાલુ રાખવા માટે લાયક છે તે નક્કી કરવા માટે 90 દિવસ માટે કાર્યક્રમ-દર-કાર્યક્રમ સમીક્ષાનો આદેશ આપ્યો હતો. ભંડોળ સ્થિર થવાથી વિદેશમાં હજારો યુએસ-ફંડેડ કાર્યક્રમો સ્થગિત થઈ ગયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે 90 દિવસ માટે વિદેશી સહાય પર પ્રતિબંધ મૂક્યા પછી આ પગલું ભર્યું છે જેથી તેની સમીક્ષા કરી શકાય. ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે આ અનુદાન અમેરિકા ફર્સ્ટ નીતિ સાથે સુસંગત હોય. તે જ સમયે, એક યુએસ ફેડરલ જજે વહીવટીતંત્રને બુધવાર રાત સુધીમાં અનેક વિદેશી સહાય જૂથોને રોકેલી ચૂકવણી દૂર કરવા જણાવ્યું હતું.
એક અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુએસએઆઈડી દ્વારા તમામ યુએસ વિદેશી સહાય કરારોની સમીક્ષા કરવા માટે ઝડપી પગલાં લીધાં છે જેથી તેમને સમાપ્ત કરી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન રઘવાયું થયું,સરહદ પર ફરી ભારે ફાયરીંગ
May 08, 2025 11:05 AMઉત્તરકાશીમાં ગંગોત્રી જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ: 5 લોકોના મોત
May 08, 2025 11:00 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે 'ઓપરેશન અભ્યાસ' અન્વયે મોકડ્રિલ યોજાઈ
May 08, 2025 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech