યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ તેમણે યુએસ વહીવટમાં મોટા ફેરબદલ શ કરી દીધા. રાષ્ટ્ર્રપતિ બન્યા પછીના પોતાના પહેલા ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો 'સુવર્ણ યુગ' આજથી શ થયો છે. તેમણે અમેરિકામાં ત્રીજા લિંગને અમાન્ય જાહેર કયુ છે. પોતાના જોશ અને જનુનભર્યા ઉધ્ઘાટન ભાષણમાં, ૭૮ વર્ષીય ટ્રમ્પે આગામી ચાર વર્ષ માટેનું પોતાનું વિઝન રજૂ કયુ.ટ્રમ્પે કહ્યું કે તેઓ એવું અમેરિકા બનાવશે કે જેનાથી અન્ય દેશો ઈષ્યર્ા કરશે, હવે અમે અન્ય દેશોને ફાયદો ઉઠાવવા દઈશું નહીં. ચાલો જાણીએ ટ્રમ્પના ૧૦ મોટા નિર્ણયો કયા છે અને તેમની અસર શું હોઈ શકે છે
આદેશ ૧. WHOને ગુડબાય
રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડબ્લ્યુએચઓ ચીનનું પાગિયું બની ગયું છે એવા આક્ષેપ સાથે અમેરિકાને વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી બહાર કાઢીને એક મોટું પગલું ભયુ છે. અસર આ નિર્ણયને કારણે અમેરિકા તરફથી ડબ્લ્યુએચઓને મળતું ભંડોળ બધં થઈ જશે. વિશ્વભરમાં ચાલી રહેલી ઘણી યોજનાઓ પર અસર પડશે
આદેશ 2. બ્રિકસ દેશોને ધમકીરાષ્ટ્ર્રપતિ ટ્રમ્પે બ્રિકસ દેશોના જૂથને ધમકી આપી છે અને કહ્યું છે કે જો આ જૂથ અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો તેમને પરિણામો ભોગવવા પડશે.
અસર ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા બ્રિકસમાં સામેલ છે. આ દેશોએ અમેરિકા વિદ્ધ નવું ચલણ લાવવા પ્રયાસ કર્યેા હતો. હવે તેમને સાવચેત રહેવું પડશે
આદેશ 3.પેરિસ કરારમાંથી બહારટ્રમ્પે સોમવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને જળવાયુ પરિવર્તન પરના મહત્વાકાંક્ષી પેરિસ કરારમાંથી ખસી જવાનો નિર્ણય લીધો.અસર આ નિર્ણયથી આબોહવાના સંરક્ષણની જુંબેશને ફટકો પડશે, પેરીસ કરાર નબળો પડી જશે. અન્ય દેશો પણ જળવાયુ પરિવર્તનની શરતો માનવમાંથી છટકી જશે.
આદેશ 4 રશિયા યુક્રેન યુદ્ધરશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વહેલી તકે બંધ કરાવવાની જાહેરાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે.
અસર ટ્રમ્પ્ના આ નિર્ણય પછી, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે નવી વાતચીત શરૂ થઈ શકે છે. જો એ યુદ્દ્ધ પણ બંધ થઇ જાય તો ટ્રમ્પ્નું કદ ઘણું જ વધી જાય.
આદેશ 5 ગ્રીનલેન્ડ પર કબજોટ્રમ્પે કહ્યું કે ગ્રીનલેન્ડની આસપાસ ચીની અને રશિયન યુદ્ધ જહાજો જ ફરે છે, આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને તેની જર છે. મને ખાતરી છે કે ડેનમાર્ક પણ સાથે આવશે.
અસર ટ્રમ્પની આ જાહેરાત યુરોપ અને અમેરિકા વચ્ચે તણાવ વધારી શકે છે. જોવાનું છે કે ટ્રમ્પ યોજનાઓને અમલમાં મૂકવા માટે કયા પગલાં લે છે.
આદેશ 6 કેનેડા-મેક્સિકો પર 25% ટેરિફટ્રમ્પે કહ્યું છે કે તેઓ કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદી શકે છે. જોકે, આ નિર્ણય 1 ફેબ્રુઆરીથી લગભગ 10 દિવસ પછી અમલમાં આવશે.
અસરઉદ્યોગપતિઓએ કેનેડા-મેક્સિકોથી અમેરિકા આવતા માલ પર 25 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો ટ્રમ્પ આ નિર્ણય લાગુ કરે છે, તો અમેરિકા તેના પડોશીઓ વચ્ચે વેપાર યુદ્ધ શ થશે.
આદેશ 7 કોઈ ત્રીજું લિંગ નહીંઅમેરિકાના સમાજ પર અસર કરનાર આ નિર્ણયમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે દેશમાં ત્રીજા લિંગની વિભાવનાને નાબૂદ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે દેશમાં ફક્ત બે જ જાતિ હશે - પુરુષ અને સ્ત્રી.
અસર આ નિર્ણયના કારણે અમેરિકામાં ત્રીજા લિંગને આપવામાં આવતી સુવિધાઓ સમાપ્ત થઈ જશે. હકીકતમાં, અમેરિકામાં ઘણા યુવાનો પ્રચારથી પ્રભાવિત થઈને પોતાનું લિંગ બદલી રહ્યા હતા.
આદેશ 8 મેક્સિકો સરહદ પર ઈમરજન્સીડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી. અમેરિકાની દક્ષિણ સરહદ મેક્સિકોને સ્પર્શે છે.
અસર અમેરિકાને મેક્સિકન સરહદ પરથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની મોટા પાયે ઘૂસણખોરી હવે કદાચ રોકી શકાશે અથવા ઓછી કરી શકાશે. આ નિર્ણયને કારણે, અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ઘુસણખોરો તેમના પુરવઠાથી વંચિત રહેશે.
આદેશ 9 જન્મથી નાગરિકતા નહીંટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કયર્િ જે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા લોકોને નાગરિકતા આપવાની નીતિનો અંત લાવશે. ચૂંટણી વખતે ટ્રમ્પે વારંવાર આવો નિર્ણય લેવાનું વચન આપ્યું હતું.
અસર આ નિર્ણયચોક્કસપણે લાંબી કોર્ટ લડાઈ શરૂ કરશે. પહેલાં, અમેરિકામાં જન્મેલા બાળકને કુદરતી રીતે અમેરિકન નાગરિકતા મળતી હતી. ભારતવંશી અનેક લોકોને આની અસર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમિલકતોના દસ્તાવેજો રદ કરવાનો ટ્રસ્ટના નામે થયેલો દાવો નામંજૂર
May 10, 2025 03:03 PMભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવવા બદલ ચાર બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલ બ્લોક
May 10, 2025 03:01 PMમિલકત વેરા વળતર યોજના:૧,૮૬,૪૫૯ કરદાતાઓએ ૧૧૭ કરોડ ભરપાઇ કર્યા
May 10, 2025 02:48 PMરાજકોટમાં દરરોજ ૩૮ આવશ્યક ચીજનાભાવનું મોનિટરિંગ કરવા કલેક્ટરનો આદેશ
May 10, 2025 02:43 PMખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech