રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટરના સસ્પેન્ડેડ એએસઆઈ રાજેશ શીલુના બે ભાઈ મહેશ લાભશંકરભાઈ શીલુ તથા સુરેશે મળી પરિચીત ચોટીલાના જીતેન્દ્ર લાલદાસ કરથીયા નામના વૃધ્ધને સિરામીક ફેકટરીમાં ભાગીદારી આપવાના નામે ૮૦ લાખનો ચુનો ચોપડયો, ઠગાઈ કર્યાના આરોપમાં બન્ને સામે ગુનો નોંધાતા ચોટીલા પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.
ચોટીલામાં તનિષ્ક એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઈ લાલદાસભાઈ કરથીયા ઉ.વ.૬૯નો ચોટીલા અમૃતનગર સોસાયટીમાં મહેશ લાભશંકરભાઈ શીલુનો પાડોશી હોવાથી પરિચય હતો. એ દરમિયાન મહેશ તથા તેના ભાઈ શશી બન્ને વાંકાનેરના ઢુવા ગામે મીરેકલ સિરામીક ફેકટરી હોવાનું અને ભાગીદારી કરવા માટે જીતેન્દ્રભાઈને વાતમાં લીધા હતા. ૨–૨ ટકા ભાગીદારી આપવાના નામે ૨૦૧૫માં જીતેન્દ્રભાઈ પાસેથી ૮૦ લાખ લીધા હતા. એક વર્ષ બાદ મહેશે કહ્યું કે, હમણા રૂપિયાની જરૂરીયાત છે પછી નફો આપીશ કહી વિશ્ર્વાસમાં લીધા હતા. ત્યારબાદ નાણા ન મળતા અને બન્ને ભાઈઓ દ્રારા ગલ્લ ા તલ્લ ા કરાયા હતા. વૃધ્ધે તપાસ કરતા ખબર પડી કે, સિરામીક ફેકટરી તો ૨૦૧૪થી બધં હાલતમાં છે. નાણાની ઉઘરાણી કરી પરંતુ બન્નેએ રૂપિયા આપ્યા ન હતા. અંતે વૃધ્ધે બન્ને વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
આરોપી મહેશ તથા શશીનો ભાઈ રાજેશ રાજકોટ શહેર પોલીસમાં હેડ કવાર્ટરમાં એએસઆઈ તરીકે પોતાની ફરજ દરમિયાન નાણાકીય લેતીદેતીના વહીવટના ગફલામાં આવી જતાં વાયરલ ઓડીયો કલીપના આધારે સસ્પેન્ડ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
May 06, 2025 05:50 PMઉનાળામાં આ રીતે સ્ટોર કરો મખાના, લાંબા સમય સુધી નહીં બગડે
May 06, 2025 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech