નાગરપરામાં રહેતા એસટી કંડક્ટરના ૨૩ વર્ષના યુવા પુત્રનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત: પાણાંખાણમાં રહેતા પરપ્રાંતીય યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર શહેરમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેવાના બે કિસ્સા બન્યા છે. શહેરના નાગરપરા વિસ્તારમાં રહેતા એક એસટી કંડકટરના ૨૩ વર્ષના પુત્ર એ બીમાર પડ્યા પછી માનસિક વિકૃતિ આવી જતાં ગળાફાંસો ખાઈ લઇ આપઘાત કરી લીધો છે, જ્યારે જામનગરમાં ગોકુલ નગર પાણાખાણ માં રહેતા પ્રાંતિય યુવાને અગમ્ય કારણસર આપઘાત કરી લીધો છે. જામનગરમાં નાગરપરા શેરી નંબર -૨ માં રહેતા અને કંડકટર તરીકે નોકરી કરતા જાદવજીભાઈ અમૃતલાલ પંચમતીયા નામના ૨૩ વર્ષીય પુત્ર ઉમંગ જાદવજીભાઈ પંચમતીયાએ ગઈકાલે પોતાના ઘેર બારીમાં દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે જાદવજીભાઈ અમૃતલાલ પંચમતીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી. ગાંભવા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી, પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર છેલ્લા આઠ દિવસથી બીમાર રહેતો હતો અને બેચેન રહેતો હતો દરમિયાન માનસિક વિકૃતિ આવી જતાં તેણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસને જણાવ્યું છે.
આપઘાત નો બીજો કિસ્સો ગોકુલ નગર નજીક પાણીખાણ શેરી નંબર -૨ માં બન્યો હતો. ત્યાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની શ્રીકૃષ્ણ સાધુભાઈ કુશવાહા નામના ૪૬ વર્ષના યુવાને રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.
આ બનાવ અંગે મૃતકની પુત્રી બસંતી દેવી શ્રી કૃષ્ણભાઈ કુશવાહા એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન ના એએસઆઈ ડી.જે. જોષી એ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech