રાજકોટમાં ૨૭ નિર્દેાષ લોકોનો ભોગ લેનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની સત્ય શોધક સમિતિએ આજે હાઈ કોર્ટમાં પોતાનો રીપોર્ટ રજુ કરી દીધો હતો. અિકાંડના દેશભરમાં ભારે પ્રત્યાઘાત પડા પછી હાઇકોર્ટે ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવી હતી. આ સમિતિએ આજે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને રાજકોટના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને કિલનચીટ આપી દીધી છે. આ બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરમાં અમિત અરોરા અને આનદં પટેલનો સમાવેશ થાય છે.
મનીષા ચંદ્રા, પી સ્વપ અને રાજકુમાર બેનીવાલની બનેલી સમિતિદ્રારા આ રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. જેમાં અપેક્ષા મુજબ જ બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત ટીઆરપીમાં બર્ડે પાર્ટી ઉજવણી કરવા ગયેલા અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓને પણ કિલનચીટ આપી છે.
આ દુર્ઘટના પછી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યાર પછી સરકારે મોટે ઉપાડે સત્ય શોધક સમિતિ રચી હતી. જો કે આ પ્રકારની સમિતિઓનો ઈતિહાસ રહ્યો છે કે, તેઓ ઘીના ઠામમાં ઘી ઢોળી દેવા જ રચાતી હોય છે અને સમિતિ ભૂવો ધુણે તો પણ નાળીયેર તો ઘર તરફ જ ફેંકે એ ન્યાયે અધિકારીઓને બચાવી જ લેતી હોય છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ્રપણે ઉલ્લેખ કરાયો છે કે, વર્ષેા પહેલાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને અપાઈ હતી, જેથી આ બંને મ્યુનિસિપલ કમિશનરોની કોઈ ભૂમિકા આવતી નથી. આ રિપોર્ટમાં બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા ગયેલા અન્ય ચાર અધિકારીને પણ કિલનચીટ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech