સુરતમાં લૂંટારૂઓ હવસખોર બની ઘરમાં ઘૂસ્યા હતા. પહેલા ઘરમાં છરીની અણીએ લૂંટ ચલાવી પછી યુવતીને પીંખી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ શહેરના પુણા વિસ્તારમાં બન્યો હતો. આ અંગે પુણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ આદરી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓ એસીપી અને ડીસીપી સહિતના પણ દોડી ગયા હતા અને તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે તપાસ કરતા એક સીસીટીવીમાં બે શકમંદ કેદ થઈ ગયા છે, જેના આધારે તપાસ હાથ ધરાઈ છે.
રાત્રિના સમયે ઘરમાં ઘૂસી બે શખ્સોએ ગુનાને અંજામ આપ્યો
પ્રાપ્ત વિગત મુજબ, પુણા વિસ્તારમાં એક મકાનમાં રાતે યુવતી ઘરે હાજર હતી. દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસી યુવતીને બંધક બનાવી લીધી હતી અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં પણ લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. આ અંગે મહિલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પુણા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી છે.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી
પોલીસ પાસેથી માહિતી મુજબ, બે શખસ દ્વારા લૂંટ અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ભોગ બનેલી યુવતીના જણાવ્યા પ્રમાણે, એક સિલ્વર બ્રેસલેટ અને 30000ની ચપ્પુની અણીએ લૂંટ કરી હતી. ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ બંને સાથે મળીને સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ફરિયાદીની પણ પૂછપરછ હાથ ધરાઈ
લૂંટ સાથે દુષ્કર્મની ઘટના બનવાના પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતનાએ ઘટનાસ્થળે તપાસ કરી હતી. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી મહિલા પણ શંકાના દાયરામાં હોવાથી તેની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે સીસીટીવી માં બે શંકાસ્પદ પણ કેદ થઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech