ઉના પોલીસ દ્રારા ગીરગઢડા રોડ પર હાથ ધરાયેલા ચેકિંગમાં બે શંકાસ્પદ શખસોની અગં ઝડપતીમાં ઝીપવાળી કોથળીમાં ૧૨.૫ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કિ.રૂા. ૧,૨૫,૦૦૦ના જથ્થા સાથે બન્નેને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ જથ્થો મુંબઇ રહેતા તેમના મામા ઇમરાન સતાર જરીવાલા પાસેથી લાવ્યા હોવાનું ખુલ્યું હતું.
ઉનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ એન. રાણા અને સ્ટાફ અને એસઓજીના એએસઆઇ ઈબ્રાહિમશા બાનવા સાથે મળી ગુ ઓપરેશન પાર પાડું હતું. જેમાં બાતમીના આધારે રાત્રિના ઉના ગીર ગઢડા રોડ ઉપર બાયપાસના ઓવર બ્રિજ નીચે વાહન ચેકીંગ કરતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો ચાલીને આવતા હોય તેને રોકી પૂછપરછ કરતા એક તેમનું નામ સોહિલશા ભિખુશા જલાલી (ઉ.વ.૨૪, રે. ઉપલા રહીમનગર ઉના) અને બીજો સોહિલ ઉર્ફે સાહિલ હાનભાઈ વલિયાણી (ઉ.વ.૨૧, રે. ઉપલા રહીમનગર ઉના)ની અગં જડતી લેતા ખિસ્સામાંથી પ્લસ્ટિકની ઝીપવાળી કોથળી મળી આવી હતી. જેમાં સફેદ કલરનો પાવડર હતો. જે અંગે પૂછતાં એમ.ડી. ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. પોલીસેની પ્રથામિક ટેસ્ટ કરાવતા આ પદાર્થ એમફાટામાઈમનમેથા એમફાટામાઈમન (સિંથેટિક ડ્રગ) માલૂમ પડયું હતું. જેનું વજન કરતાં કુલ ૧૨.૫ ગ્રામ થયેલ. જેની આંતરરાષ્ટ્ર્રીય કિંમત રૂાપિયા ૧ લાખ ૨૫ હજાર છે. તે તેમજ તેમની પાસેથી મોબાઈલ ફોન બે કિંમત ૪૦૦૦ મળી કુલ પિયા ૧,૨૯,૦૦૦નો મુદામાલ કબજે કર્યા હતાં. બાદ આ ડ્રગ કોની પાસેથી લાવેલ છે તો તેમણે જણાવ્યું હતું કે મુંબઈ વરસોવા રહેતા તેમના મામા ઇમરાન સતાર જરીવાલા પાસેથી લીધું હોવાનું જણાવ્યું હતું. આથી તેની સામે પણ ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી અત્યાર સુધીમા તેમણે કેટલું ડ્રગ લઇ વેચાણ કરતા હતા તેની તપાસ માટે ઉના કોર્ટમાં બે આરોપીને રિમાન્ડ માટે લઇ જવામાં આવ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech