ન્યાયિક ટિ્રબ્યુનલે સ્ટુડન્ટસ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સીમી) પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એકટ હેઠળ લાદવામાં આવેલ પ્રતિબધં ચાલુ રાખ્યો છે. સ્ટુડન્ટસ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સીમી) પર કેન્દ્ર સરકારે પ્રતિબધં મૂકયો હતો. આ વર્ષની શઆતમાં કેન્દ્રએ સિમી પરના પ્રતિબંધને પાંચ વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યેા હતો.
આ નિર્ણય ફુલવારીશરીફ પીએફઆઈ કેસના પુરાવા પર આધારિત હતો, જેમાં જુલાઈ ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટનાની મુલાકાતમાં વિક્ષેપ પાડવાનું કાવતં તેમજ એનઆઈએ અને અનેક રાય પોલીસ દળો દ્રારા તપાસ હેઠળ અન્ય આઇએસઆઇએસ પ્રેરિત આતંકવાદી કાવતરાનો સમાવેશ થતો હતો.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષેન્દ્ર કુમાર કૌરવની આગેવાની હેઠળની ટિ્રબ્યુનલે તેના નિર્ણય માટે આઇએસઆઇએસ સાથેના સંબંધોને ટાંકયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૯ જાન્યુઆરીએ જારી કરેલા એક નોટિફિકેશનમાં સિમી પરનો પ્રતિબધં વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો અને તેને ગેરકાયદેસર સંગઠન જાહેર કયુ હતું.
મંત્રાલયે કહ્યું હતું કે સિમી આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ છે. તેનાથી ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા જોખમાય છે. ત્યારબાદ, સિમીને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવા માટે પૂરતા કારણો છે કે કેમ તે નક્કી કરવા માટે ૧૬ ફેબ્રુઆરીએ એક ટિ્રબ્યુનલની રચના કરવામાં આવી હતી.
૨૪ જુલાઈના રોજ, ન્યાયિક ટિ્રબ્યુનલે, યુએપીએની કલમ ૪ ની પેટા–કલમ (૩) હેઠળ સત્તાનો ઉપયોગ કરીને, સિમી પર પ્રતિબંધની પુષ્ટ્રિ કરતો આદેશ પસાર કર્યેા હતો, નોંધનીય છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ૧૯૭૭માં સ્થપાયેલી સિમી પર સૌપ્રથમ ૨૦૦૧માં પ્રતિબધં મૂકવામાં આવ્યો હતો. ત્યારથી સમયાંતરે પ્રતિબધં લંબાવવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech