ગ્લોબલ વોમિગ કહો , કલાઇમેટ ચેન્જ કહો કે રાજકોટ મહાપાલિકા તંત્રની વૃક્ષારોપણમાં ઘોર બેદરકારી કહો...રાજકોટ શહેરમાં દર ઉનાળામાં મહત્તમ તાપમાન વધતું જાય છે તે વાસ્તવિકતા છે. દરમિયાન રાજકોટ મહાપાલિકાએ શહેરમાં આઇ વે પ્રોજેકટ હેઠળ ૧૦૦૦ સ્થળોએ સીસી ટીવી કેમેરા મુકયા છે જેમાં ૧૪ સ્થળોએ કેમેરામાં તાપમાનની નોંધ થાય છે. દરમિયાન સીસી ટીવીમાં નોંધાયેલા તાપમાન મુજબ શહેરમાં ગઇકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન ઉપલાકાંઠે ૪૧ ડીગ્રી નોંધાયું હતું, યારે યાં આગળ સૌથી વૃક્ષો છે રેસકોર્સ રિંગ રોડ ઉપરનું મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી નોંધાયું હતું તો કોર્પેારેશન ચોકનું તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું. આમ શહેરના બે વિસ્તારોના મહત્તમ તાપમાન વચ્ચે છથી નવ ડીગ્રી જેવો જબરો તફાવત નોંધાયો હતો.
રાજકોટમાં વ્યકિત દીઠ એકથી વધુ વાહન છે પરંતુ વ્યકિત દીઠ તો દૂર પરિવારદીઠ પણ એક વૃક્ષ નથી તે પુરવાર થયેલી વાસ્તવિકતા છે. શહેરમાં વૃક્ષોના અભાવે ઓઝોન લેયરમાં ગાબડું પડી રહ્યું છે તેના કારણે દર વર્ષે અકલ્પનિય હદે તાપમાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ મહાપાલિકાએ રાજકોટ શહેરના ઠંડી, ગરમી, વરસાદ, પ્રદુષણ સ્તર વિગેરેના અભ્યાસ માટે યુએસએની એજન્સી સાથે એમઓયુ કર્યા છે અને આ એજન્સીનો કવોલિફાઇડ સ્ટાફ આ માટે ઉંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યો છે જેનો રિપોર્ટ એકાદ–બે વર્ષમાં આપશે. રિપોર્ટ યારે આવે અને તેમાં જે કઇં તારણો આવે તે પરંતુ વૃક્ષોના અભાવે પર્યાવરણ પરિવર્તિત થઇ રહ્યું છે તે સૌ કોઈ સમજી શકે તેવી સામાન્ય બાબત છે. વૃક્ષોના અભાવે તાપમાન તો ઉંચું જાય જ છે સાથે સાથે પ્રદુષણ વધવાને કારણે અલ્ટ્રા વાયોલેટ કિરણોનું પ્રમાણ પણ ભયજનક હદે વધે છે જે માનવ આરોગ્યને ભારે નુકસાન પહોંચાડે છે તેમજ ગરમીની તીવ્રતામાં વધારો સર્જે છે. નવા બિલ્ડીંગ પ્રોજેકટસમાં બિલ્ડરો પાસેથી ફરજિયાત વૃક્ષારોપણનો આગ્રહ રાખી ડિપોઝીટ વસુલાય છે પરંતુ મોટાભાગના કિસ્સામાં તે જ જ થતી હોય છે, તત્રં પોતે વૃક્ષારોપણ કરવામાં નિષ્ફળ છે અને નાગરિકોમાં પર્યાવર્ણીય જાગૃતિ નથી જેના લીધે દર વર્ષે રાજકોટમાં અનેક વૃક્ષો ટિ્રમિંગ માટેની મંજૂરી લઇ કપાઇ છે
શહેરમાં અવાજનું વધતું જતું પ્રદૂષણ, ૮૦ ડેસિબલએ પહોંચે તો હાનિકારક
આજી ડેમ ૬૪.૪૩
અટીકા ૬૪.૪૦
ગ્રીન લેન્ડ ૬૪.૨૫
જિ.પ.ં ચોક ૬૪.૪૦
કોઠારીયા ૬૪.૨૪
મોરબી રોડ ૬૪.૨૭
પ્રધુમન પાર્ક ૬૪.૧૫
રેસકોર્સ ૩૫
કોર્પેારેશન ચોક ૬૯.૨૭ (સૌથી વધુ)
ઇસ્ટઝોન ઓફિસ ૬૪.૬૨
સોરઠીયાવાડી ૬૪.૪૬
ત્રિકોણ બાગ ૬૭.૬
શહેરના કયા વિસ્તારમાં કેટલું મહત્તમ તાપમાન
આજીડેમ ૪૧ (સૌથી વધુ)
અટીકા ૪૦.૯૦
ગ્રીનલેન્ડ ૩૬.૫૬
જિ.પં.ચોક ૩૪.૯૩
કોઠારીયા ૪૦.૯૫
મોરબી રોડ ૩૬.૫૯
પ્રધુમન પાર્ક ૪૦.૯૬
રેસકોર્સ ૩૫
કોર્પેારેશન ચોક ૩૩
ઇસ્ટઝોન ઓફિસ ૩૫
સોરઠીયાવાડી ૩૩.૩૩
ત્રિકોણ બાગ ૩૩.૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech