જામનગરના પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં સિથત શાલીભદ્ર એપાર્ટમેન્ટમાં જૈનોના ઘણા બધા ઘરો છે. ત્યાંથી ચાતુર્માસ પ્રવેશની શોભાયાત્રાનો શુભારંભ થયો હતો. બેન્ડવાજા અને સાજન-માજન સાથે શ્રી વિશા શ્રમાળી જ્ઞાતિ તપસંઘની પાઠશાળાના બાલક બાલિકા તથા મહિલાઓએ મંગલ સ્વ્રુપ કળશ દ્વારા ગુરુદેવનું સ્વાગત કર્યું હતું. વચ્ચે-વચ્ચે જયાં જૈનોની વસતી હતી ત્યાં શ્રાવિકા બહેનોએ મહુલી કાઢીને ગુરુવંદન કર્યા હતા. શેઠજીનાં દેરાસર પરિસરમાં ગુદેવને પ્રદક્ષિણાપુર્વક સુકન કર્યા બાદ દેરાસરમાં દાદા આદિનાથ ભગવાનના દર્શન કરી માણીભદ્ર વીર કે જે તપગચ્છના રક્ષક દેવ છે તેને ધર્મલાભ આપવા ગુદેવે જયોતિ વિનોદ જૈન ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો.
આ પ્રસંગે સંઘ અગ્રગણ્ય લોકો ઉપસ્થિત હતા. પૂ. મુનિ હેમન્ત વિજય મ.સા.ના માતાજી, કાકા કાકી આદિ કુટુંબીજન પણ ઉપસ્થિત હતા. સંઘમાં ગુદેવના પધારવાથી અનેરો આનંદ વર્તાતો હતો.
આ શુભ પ્રસંગે મુનિ હેમન્તવિજય મ.સા. પ્રવચન આપ્યું. તેમાં ખાસ કહ્યું કે ગુરુદેવ પં. અરુણવિજયજીમ.ની છત્રછાયા વગરનું આ મારું પ્રથમ ચાતુર્માસ છે એટલે ભૂલ થવાની સંભાવના રહેલી છે. એટલે ખાસ વિનંતીછે કે અમારી ભૂલ ઘ્યાનમાં આવે તો અમારો કાન જરુર પકડજો, પરંતુ ચોરેને ચૌટે નિંદા ટીકા ટીપ્પણ કરીને પાપના પોટલા બાંધશો નહીં.
આ પ્રસંગે મુનિ રક્ષિતવિજય મ.સ. પણ પ્રવચનમાં આવવા પર ખાસ આગ્રહ કર્યો હતો. જામનગરના પનોતા પુત્ર 40 વર્ષે પધાર્યા છે એટલે ખાસ જ્ઞાનાર્જન કરી ચાતુમર્સિ સફળ બનાવજો. આ પ્રસંગે લગભગ 700-800 શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત હતા. સંઘમાં ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ બન્યું છે. શ્રી સંઘમાં 48 દિવસીય તપ કરાવવાનું છે. તા.21-7 ના દિવસે ગૌતમ સ્વામી પૂજન પણ રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech