રોકડ સહિતનો સામાન ચોરી કરી ગયા : વેપારીઓમાં રોષ : એક શખ્સ કેમેરામાં કેદ : ફરીયાદ માટે તજવીજ
જામનગર શહેરમાં ઘરફોડ અને વાહનચોરીના બનાવો છાસવારે બને છે, તાજેતરમાં બનેલી ચોરીના ભેદ ઉકેલી નાખવામાં આવ્યા છે ત્યા શહેરના જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલી કરીયાણા સહિતની ચાર દુકાનોના છાપરા ઉચકાવીને તસ્કરો ત્રાટકયા હતા, આજે સવારે આ અંગેની જાણ થતા ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જામનગરના સતત ધમધમતા જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલી બે કરીયાણાની દુકાન, એક અગરબત્તી અને એક ફરસાણની દુકાનોમાં નિસાચરો ત્રાટકયા હતા, જેમાં રોકડ અને પરચુરણ સામાન લઇ ગયાનું પ્રાથમિક દ્રષ્ટીએ જાણવા મળ્યું છે.
દુકાનોના છાપરા ઉંચકાવીને તસ્કરો અંદર ત્રાટકયા હતા, આજે સવારે આ અંગેની જાણ થતા વેપારીઓ દોડી આવ્યા હતા, આ માટે વિધિવત ફરીયાદ નોંધાવવા તજવીજ ચલાવવામાં આવી રહી છે, ફરીયાદમાં કુલ કેટલો મુદામાલ ચોરી થયો એ જાણવા મળશે.
અહીં લગાડેલા સીસી કેમેરા ચેક કરાતા એક શખ્સ કેદ થયો છે અને આ ફુટેજના આધારે પોલીસ દ્વારા આ દીશામાં તપાસ લંબાવવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે જુના સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવો છાસવારે બને છે, હજુ પાંચ માસ પહેલા જ બે-ત્રણ દુકાોનોને નિશાન બનાવવામાં આવી હતી અને ફરી ચાર દુકાનોને ટાર્ગેટ કરાઇ છે. આથી આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધુ સધન બનાવવાની પણ વેપારીઓમાં માંગ ઉઠી છે. ટુંકાગાળામાં ચોરીનો વધુ એક બનાવ સામે આવતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોએ ભાગદોડ શરૂ કરી
May 10, 2025 05:53 PMજામનગરમાં કંટ્રોલરૂમ ખાતે આપાતકાલીન બેઠક યોજવામાં આવી
May 10, 2025 05:42 PMજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech