વાવ વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી ના મતદાન ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ નો પ્રચાર પ્રસાર પરાકા ા એ ચાલી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રણ વચ્ચે સીધો જગં હોવાથી ત્રિપાંખિયો જગં ખેલાશે રાજકીય પક્ષો દ્રારા પોતપોતાના મુદ્દા જનતા સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે ભાજપના સ્વપજી ઠાકોર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહરાયમંત્રી હર્ષ સંઘવી સહિત અડધો ડઝન મંત્રી પ્રદેશ અને સ્થાનિક નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ને વિજય બનાવવા માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત ચાર ડઝન જેટલા નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પોતાના ચૂંટણી નિશાન બેટબોલને સાર્થક કરવા શાબ્દિક ફટકા બાજી થી પ્રચારમાં ગરમાવો લાવી દીધો છે.
બનાસકાંઠાની વાવ બેઠક કબજે કરવા કોંગ્રેસ કસી કમર છે પોતાના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થન સ્નેહ મિલન રાખી શકિત પ્રદર્શન કર્યુ હતુ. વાવ વિધાનસભા બેઠક જીતવા માટે કોંગ્રેસ ખાસ રણનીતિ તૈયાર કરી છે.કોંગ્રેસ નેતાઓ, હોદ્દેદારો અને ત્રિસ્તરીય જવાબદારી સોંપવામા આવી છે.
વાવ વિધાનસભા બેઠક જીતવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે, છતાં કોંગ્રેસ કયાંય કાચું કપાવા માંગતી નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસ વાવ માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. કોંગ્રેસે ત્રિસ્તરીય જવાબદારી સોંપી છે. કોંગ્રેસે વાવ પેટાચૂંટણી માટે ૧૦૦ થી વધુ પૂર્વ ધારાસભ્યો, સિનિયર નેતાઓ અને હોદ્દેદારોને જવાબદારી સોંપી છે. સાથે જ સ્થાનિક નેતાઓ અને પ્રદેશ નેતાઓની ટીમને સંયુકત કામ સોંપાયું છે.
ગુજરાત કોંગ્રેસના આયોજન મુજબ, ૮ જિલ્લ ા પંચાયત બેઠક અને એક નગરપાલિકાનો મોરચો સિનિયર નેતાઓ સંભાળશે. જે વિસ્તારમાં જે સમાજનું પ્રભુત્વ ત્યાં તે સમાજના આગેવાનને ખાસ ભૂમિકા સોંપાશે. વાવ વિધાનસભાથી ના હોય એમને તાલુકા પંચાયત દીઠ પ્રભારી નિમાયા છે. યૂથ કોંગ્રેસે તાલુકા–જિલ્લ ા પંચાયત બેઠક દીઠ જવાબદારી સોંપાઈ છે. ઈત્તર સમાજ, ઠાકોર સમાજ, અને દલિત સમાજના સંમેલન યોજવાનું આયોજન કરી દેવાયું છે. ગેનીબેન ઠાકોર ટીમ લીડર તરીકે કામગીરી કરશે. શકિતસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ પણ બાકીના દિવસોમાં પ્રચાર માટે વાવમાં જ રહેશે.
બીજી બાજુ ભાજપ દ્રારા તેમના ઉમેદવાર ને જીતાડવા મુખ્યમંત્રી સહિતના નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે તો એકલવીર માવજીભાઈ પટેલે પોતાનો ચૂંટણીની શાન બેટબોલને સાર્થક કરતા શાબ્દિક ફટકા બાજેથી પ્રચારમાં ગરમાવો લાવી દીધો છે ભાજપમાં ટિકિટ ન મળ્યા પછી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરનાર માવજીભાઈ પટેલ આ યુદ્ધ મહાભારતનું યુદ્ધ છે પાટીલનો પાવર ઉતારવાનો છે એમના મનમાં એમ છે કે અમારી પ્રજા ગુલામ છે વાવ પેટા ચૂંટણી અનેક માટે વર્ચસ્વની જગં બની ચૂકી છે આમ ભાજપ કોંગ્રેસ અપક્ષ ઉમેદવાર સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ છે.
કોંગ્રેસ માટે ગેનીબેનની જીત આગામી સ્થાનિક ચૂંટણીઓ થી માંડીને વિધાનસભાની ચૂંટણીમાં વિજયનો પાયોના પમાં જોવાય રહી છે તો ભાજપની પેટા ચૂંટણીમાં જીતનો એક નવો રેકોર્ડ છે.ત્યારે આ પેટા ચૂંટણી અત્યારથી જ ભારે રસપ્રદ બની રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક જીરાના કારખાનામાં મશીનની ટાંકી પરથી પડી જતા યુવાનનું મોત
May 09, 2025 12:49 PMજામજોધપુરમાં બિમારીથી કંટાળી વેપારી યુવાને જીવાદોરી ટુંકાવી
May 09, 2025 12:46 PMજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech