તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (એસએલબીચી) ટનલ અકસ્માતના સ્થળેથી આવી રહેલા અહેવાલો ચિંતાજનક છે. સુરંગમાં ફસાયેલા 8 કામદારોને સુરક્ષિત રીતે બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. બચાવ ટીમો દ્વારા જે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે તેમાં કંઈક નવા અવરોધો ઉભા થઇ રહ્યા છે. સતત પાણીનો પ્રવાહ અને જમીનનો ધસારો હજુ પણ બચાવ કામગીરીમાં સૌથી મોટો અવરોધ છે.
બચાવ ટીમ હવે કામદારોથી માત્ર 50 મીટર દૂર છે પરંતુ કાટમાળનું કદ વધી રહ્યું છે. પહેલાની સરખામણીમાં, કાટમાળની દિવાલ એક મીટર વધી ગઈ છે. નિષ્ણાતો માને છે કે ટનલ અસ્થિર છે અને વધુ ખોદકામ બચાવ કાર્યકરોની સલામતી જોખમમાં મૂકી શકે છે. અહીં દર મિનિટે સુરંગમાં 3200 લિટર પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે કાદવ પણ વધી રહ્યો છે. રાહત ટીમો પાણી કાઢવામાં વ્યસ્ત છે પરંતુ સમસ્યામાં કોઈ પ્રકારની રાહત નજરે પડતી નથી.
એલએન્ડટી ટીમે એન્ડોસ્કોપિક અને રોબોટિક કેમેરાની મદદથી કાટમાળ નીચે પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે. બચાવ કામગીરી દરમિયાન બીજી કોઈ દુર્ઘટના થવાની શક્યતાને રોકવા માટે સરકારે ટનલની સ્થિતિ તપાસવા માટે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી અને જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા પાસેથી ગ્રાઉન્ડ સર્વે ડેટા માંગ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમે નમૂનાઓ એકત્રિત કરીને પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે. રિપોર્ટ મળ્યા પછી જ આગળ બચાવ કાર્ય શરૂ કરવામાં આવશે.
દરમિયાન, એનડીઆરએફ ટીમ જે કન્વેયર બેલ્ટ પર મુસાફરી કરી રહી હતી તેની હાલત પણ ખરાબ થઇ ગઈ છે અને તે તૂટવાનો ભય છે. ક્ષતિગ્રસ્ત કન્વેયર બેલ્ટનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ઉપરથી ટનલમાં પ્રવેશવા માટે ઊભી ડ્રિલિંગના પ્રસ્તાવને અધિકારીઓ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. હાલમાં, ટીબીએમ કાપવા માટે 5 ગેસ-કટીંગ મશીનો ચોવીસ કલાક કાર્યરત છે.
એસએલબીસી ટનલમાં ફસાયેલા કામદારોના મોબાઇલ ફોન સિગ્નલના આધારે તેમનું સ્થાન ટ્રેક કરવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરીમાં 584 નિષ્ણાત કર્મચારીઓ અને 14 ખાસ તાલીમ પામેલા 'રેટ-હોલ માઇનર્સ' પણ તૈનાત છે. સ્નિફર ડોગ સ્ક્વોડ પણ છે.
તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શનિવારે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (એસએલબીસી) ટનલનો એક ભાગ તૂટી પડ્યો. છેલ્લા ત્રણ દિવસથી અહીં બચાવ કામગીરી ચાલી રહી છે, જોકે હજુ સુધી તેમાં ફસાયેલા કામદારોના કોઈ સમાચાર નથી. તેલંગાણાના મંત્રી જે કૃષ્ણા રાવે કહ્યું છે કે ટનલ દુર્ઘટનામાં કામદારોના બચવાની શક્યતા ઓછી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech