લીલિયાના ગુંદરણમાં મહિલાનો એસિડ પી આપઘાત: પરિવારમાં શોક
લીલીયાના ગુંદરણ ગામે રહેતા મહિલાએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.
બનાવની પ્રા વિગત મુજબ ગુંદરણ ગામે રહેતા રેખાબેન જગદીશભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) નામના મહિલાએ ગત તા.૨૬ના સાંજે ઘરે હતા ત્યારે એસિડ પી લેતા પ્રથમ દામનગર, અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે લીલીયા પોલીસને જાણ કરતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી.આપઘાત કરનાર રેખાબેનના પતિ છૂટક મજૂરી કામ કરે છે અને સંતાનમાં ત્રણ દીકરી એક દીકરો છે, પરિવારના જણાવ્યા મુજબ તેમને ડાયાબિટીસ સહિતની બીમારી હોઈ તેની દવા પણ ચાલુ હતી. થોડા સમય પહેલા પગનું ઓપરેશન પણ કરાવ્યું હતું. બીમારીઓ સહન ન થતા પગલું ભરી લીધાનું લાગી રહ્યું છે. વધુ તપાસ લીલીયા પોલીસે હાથ ધરી છે
પડધરીના જીલરીયા ગામે વૃધ્ધાનું અગ્નિસ્નાન
રાજકોટ: પડધરીના જીલરીયા ગામે વૃધ્ધાએ સળગી જઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ છે. આપઘાત પાછળનું કારણ બીમારી હોવાનું જાણવા મળ્યું છે. પ્રા વિગત મુજબ જીલરીયા ગામે રહેતા કાંતાબેન રતિભાઈ ભટ્ટી (ઉ.વ.૭૨) નામના વૃધ્ધા ગઈકાલે ઘરે હતા ત્યારે શરીરે જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી દેતા સળગી જતા ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ અંતિમ શ્વાસ લીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં આઠ દીકરી એક દીકરો છે, વૃધ્ધાને કેટલીક બીમારી લાંબા સમયથી હોવાથી જે સહન ન થતા કંટાળી અિસ્નાન કરી લીધું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech