સોશિયલ મીડિયામાં બીલ વાઈરલ થતા તંત્રએ લીધું ગુરુજ્ઞાન ; સંચાલકોને નોટીસ ફટકારી માંગ્યો જવાબ
રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ચૂકી છે. તેની સાથે જ હવે રામનગરી અયોધ્યામાં ઉઘાડી લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયું હતું જેના ટોપ ફ્લોર પર એક રેસ્ટોરાં આવેલી છે. જેનું નામ 'શબરી રસોઈ' છે. જોકે આ રેસ્ટોરાંમાં મળતી ચા-નાસ્તો કે જમવાની વસ્તુઓનો ભાવ જાણી સૌ કોઈ ચોકી ઉઠ્યા છે.
માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર એક બિલ વાયરલ થઇ રહ્યું છે જેમાં અહીંની ચાની કિંમત ૫૫ રૂપિયા અને ટોસ્ટની કિંમત ૬૫ રૂપિયા જણાવાઈ છે. આ મામલો અયોધ્યાના તંત્રને ધ્યાને આવતા જ રેસ્ટોરાં માલિકને નોટિસ ફટકારી જવાબ માગવામાં આવ્યો હતો. તાજેતરના મામલામાં મલ્ટીલેવલ પાર્કિંગમાં સંચાલિત આ શબરી રસોઈ નામની રેસ્ટોરાંનું એક બિલ વાયરલ થયું હતું જેમાં ૨ ચા અને ૨ ટોસ્ટની કિંમત ૨૪૦ રૂ. વસૂલવામાં આવી હતી. તેના પર અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ વિશાલ સિંહે અરુંધતિ ભવનમાં ચાલતી રેસ્ટોરાંના સંચાલકને નોટિસ ફટકારી હતી.
આ મામલે અધિકારીએ કહ્યું કે વાયરલ મેસેજમાં દેખાઈ રહેલી ચાની કિંમત સામાન્ય રેટ કરતાં ઘણી વધારે છે. જેના લીધે એડીએની છબિ ખરડાઈ છે. અમે આ મામલે રેસ્ટોરાં માલિકને યોગ્ય કિંમત સાથે ૨૪ કલાકમાં કાર્યાલયને જાણકારી આપવા કહી દીધું છે. જોકે શબરી રસોઈના મેનેજર સત્યેન્દ્ર મિશ્રએ કહ્યું કે અમે અમારી સુવિધાઓ અનુસાર આ ભાવ વસૂલી રહ્યા છીએ. જે નોટિસ આવી છે તેનો જવાબ આપી દઈશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech