વડોદરાના સીએ અને અંધ પ્લેયર સાથે છેતરપીંડી થઇ હોવાનો આરોપ : એશિયન પેરા ગેમ્સ હેંગઝોઉ 2022માં જીતી ચુક્યો છે બે ગોલ્ડ મેડલ
3 વર્ષની ઉંમરે તબીબી ભૂલના કારણે દર્પણ ઈનાનીને અંધત્વ આવ્યું છતાં નિરાશ થવાના બદલે વડોદરાના યુવકે સીએની પરીક્ષા પાસ કરી અને ચોથી એશિયન પેરા ગેમ્સ હેંગઝોઉ 2022માં બે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. જો કે, આ ચેસ ચેમ્પિયન દ્વારા આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતવા માટે તેને મળવાપાત્ર રૂ. 3 કરોડનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરાયો છે. તેણે અરજી કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી આ મામલે જવાબ માંગ્યો હતો.
વડોદરાના 25 વર્ષીય દર્પણ ઈનાનીએ રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને 2022ની સ્પોર્ટ્સ પોલિસી હેઠળ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીતનારા ખેલાડીઓ માટે ચૂકવવાપાત્ર રોકડ પુરસ્કાર માટે માંગણી કરીને કોર્ટનો સંપર્ક કર્યો હતો. ઈનાનીના એડવોકેટ કેયુર ગાંધીએ કોર્ટને જણાવ્યું કે તેણે 2023માં ચીનમાં પેરા એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો અને રેપિડ ચેસમાં ભારત માટે એક વ્યક્તિગત અને એક ટીમમાં એમ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
અંધ ચેમ્પિયન 3 કરોડ રૂપિયાના ઈનામનો હકદાર છે, પરંતુ તેને માત્ર 40 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તેનાથી અલગ, ઓડિશાના એક ટીમના સભ્ય સૌંદર્ય કુમાર પ્રધાનને ભારતીય ટીમની જીત બાદ ઓડિશા સરકાર તરફથી 1.50 કરોડ રૂપિયા મળ્યા હતા. ગાંધીએ દલીલ કરી હતી કે સત્તાવાળાઓએ વિકલાંગ વર્ગમાં રોકડ પુરસ્કારો અંગેની નીતિનું ખોટું અર્થઘટન કર્યું હતું. ઇનાની વિશ્વ ચેસ ફેડરેશન દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં ભાગ લઈને અને જીતીને રોકડ પુરસ્કારો માટે પાત્ર કેટેગરીમાં આવે છે. જેમ જેમ વકીલે ઈનાનીની સિદ્ધિઓની વિગતો આપી, જસ્ટિસ વી ડી નાણાવટીએ કહ્યું, "આ પ્રશંસનીય છે."
જ્યારે વકીલે ઈનામની રકમ નકારવા અંગે ચિંતા વ્યક્ત કરી, ત્યારે ન્યાયાધીશે ટિપ્પણી કરી કે, "આવા ખેલાડીઓ માટે પ્રોત્સાહનની જરૂર છે" પ્રાથમિક સુનાવણી પછી, હાઈકોર્ટે સરકારને નોટિસ જારી કરી અને 26 એપ્રિલે આગળની કાર્યવાહી થશે તેવું સુચન કર્યું છે. કોઈ ઈન્જેક્શનની સાઈડઈફેક્ટને કારણે ઈનાનીએ ત્રણ વર્ષની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. તેના માતાપિતાએ તેને ખાસ શાળામાં ન મોકલવાનું પસંદ કર્યું જેથી તે નિયમિત વિદ્યાર્થીઓ સાથે આત્મસાત થઈ શકે.
તેના પિતા વ્યવસાયે જવેલર છે જયારે માતા ગૃહિણી છે. દર્પણ છેલ્લા 15 વર્ષથી ચેસ રમે છે. ચેસ ખેલાડી તરીકે પોતાની કુશળતા વિકસાવે છે. તેણે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ઘણી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યા પછી મેં 2018માં ફ્રાંસ ખાતે ઓપન સાઈટેડ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને રેટિંગમાં પહેલું ઇનામ જીત્યું હતું. આ માન્યતા પ્રાપ્ત કરનાર હું પ્રથમ દ્રષ્ટિહીન ખેલાડી છું. તે પહેલાં મેં વર્લ્ડ જુનિયરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે બ્લાઈન્ડ ચેસ ચેમ્પિયનશિપ 2013માં યોજાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech