માનવ તસ્કરીના આરોપમાં ફસાયેલા ફ્રાન્સથી પરત ફરેલી 'ડંકી ફ્લાઇટ'માં સવાર ૬૬ ગુજરાતી મુસાફરોની પૂછપરછ કરવામાં આવી છે. આ પછી જ્યારે ૧૫ એજન્ટોના નામ સામે આવ્યા તો સિઆઇડી ક્રાઈમે તેમની પણ પૂછપરછ શરૂ કરી. સિઆઇડી ક્રાઈમે જણાવ્યું છે કે મોટાભાગના મુસાફરોએ ૮ થી ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. ફ્રાન્સ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે મુસાફરો સાથે ૬૦ થી ૮૦ લાખ રૂપિયાની ડીલ કરવામાં આવી હતી.
સીઆઈડી ક્રાઈમના એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે ૬૬ ગુજરાતી મુસાફરોમાંથી ઘણાએ સ્વીકાર્યું હતું કે તેઓને સ્થાનિક એજન્ટો દ્વારા અમદાવાદથી દુબઈ અને દુબઈથી નિકારાગુઆ લઈ જવાના હતા. એજન્ટોએ મુસાફરોને નિકારાગુઆથી અમેરિકા જવા માટે સરહદ પાર કરવામાં મદદ કરવાની હતી. અમેરિકા પહોંચ્યા બાદ મુસાફરોને પૈસા આપવાનો સોદો થયો હતો.
ગુજરાતના ૯૬ સહિત ૩૦૩ મુસાફરો સાથેની ફ્લાઇટને ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા ૨૧ ડિસેમ્બરે માનવ દાણચોરીની શંકાને કારણે વર્ટીમાં ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. બંને બાળકોની તબિયત સારી છે, સિઆઇડી (ક્રાઈમ)ના એક વરિષ્ઠ અધિકારીએ ઉમેર્યું હતું કે, "અમે તેમના પ્રવાસ અંગે તેમના માતા-પિતાના નિવેદનો નોંધ્યા છે. તેમના માતા-પિતાએ કહ્યું કે તેઓએ બાળકોને સાથે લઈ જવાનું જોખમ લીધું કારણ કે તેઓ તેમના માટે યુ.એસ.માં વધુ સારું જીવન ઈચ્છે છે, ખતરનાક મુસાફરી છતાં, મોટાભાગના માતાપિતાને લાગે છે કે કે યુ.એસ.થી મેક્સિકોના ગેરકાયદેસર માર્ગ ડંકી વે પર પણ જો બાળકો તેમની સાથે હશે તો સુરક્ષિત રહેશે. ઉપરાંત, ઉત્તર ગુજરાતના માનવ તસ્કરો વારંવાર ગેરકાયદેસર વસાહતીઓને નાના બાળકોને તેમની સાથે રાખવાની સલાહ આપે છે કારણ કે આ યુ.એસ.માં આશ્રયની સુવિધા આપે છે.
એક સ્થાનિક સ્ત્રોતે ખુલાસો કર્યો છે કે ગુજરાતના મહેસાણા અને ગાંધીનગરના એજન્ટો ગેરકાયદેસર સ્થળાંતરની સુવિધા આપતાં અવારનવાર નકલી કુટુંબો બનાવે છે, જેમાં અસંબંધિત લોકો કોઈ બીજાના બાળકોને લઈ જતા યુગલો બને છે. સીઆઈડી (ક્રાઈમ) એ આ કેસમાં ઉત્તર ગુજરાતના નવ એજન્ટોને શોધ્યા છે જેમને હજુ સુધી પકડવાના બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અત્યાર સુધી, અમને આ કેસમાં પંજાબ અથવા દિલ્હીના એજન્ટોની કોઈ સંડોવણી મળી નથી. અમે હજુ એ ચકાસવાનું બાકી છે કે તે મુસાફરો પાસે અસલી પાસપોર્ટ હતા કે બનાવટી.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી
May 10, 2025 10:26 AMનૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, અંદામાન -નિકોબારમાં એન્ટ્રી લેશે
May 10, 2025 10:21 AMવિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય
May 10, 2025 10:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech