હાઉસિંગ: એક વર્ષમાં મકાનોની કિંમતોમાં 10% થી 32% નો થયો વધારો : મોટા મકાનોની માંગમાં ધરખમ ઘટાડો
એક વર્ષમાં 10% થી 32% ની વચ્ચે મકાનોની કિંમતોમાં વધારો થયો હોવા છતાં, દેશના ટોચના 7 પ્રોપર્ટી માર્કેટમાં મકાનોના વેચાણમાં જાન્યુઆરી 2024 થી માર્ચ વચ્ચે 14% નો વધારો થયો છે. જો કે, જ્યાં પહેલા લોકો 3 બીએચકે અથવા મોટા મકાનો પસંદ કરતા હતા, હવે વધતી કિંમતોને કારણે, લોકો વધુ 2 બીએચકે ફ્લેટ ખરીદી રહ્યા છે. મેજિકબ્રિક્સના પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર ક્વાર્ટર 2023માં 2 બીએચકે ફ્લેટની માંગ 32% હતી, ત્યારે માર્ચ 2024ના ક્વાર્ટરમાં તેમની માંગ વધીને 42% થઈ ગઈ હતી. જયારે 1 બીએચકે ફ્લેટનું વેચાણ પણ 5% થી વધીને 9% થયું છે.
૩ બીએચકે ફ્લેટની માંગમાં 42% ઘટાડો થયો છે અને 3 બીએચકે કરતા મોટા ફ્લેટની માંગ 19% થી ઘટીને 7% થઈ છે. એનારોકના અહેવાલ મુજબ, આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશના 7 મોટા શહેરોમાં મકાનોનું વેચાણ વધીને 1,30,170 યુનિટ થયું હતું, જે 2023ના સમાન સમયગાળામાં 1,13,775 યુનિટ હતું. મુંબઈમાં સૌથી વધુ 42,920 મકાનો વેચાયા હતા. માર્ચ ક્વાર્ટરમાં બાંધકામ હેઠળની મિલકતોની માંગમાં 7.8% નો વધારો થયો છે, જેના કારણે તેમની કિંમતોમાં 1.7% નો વધારો થયો છે. 2024ના પ્રથમ ક્વાર્ટરમાં દેશના ટોચના 13 પ્રોપર્ટી માર્કેટમાં જાન્યુઆરી-માર્ચ, 2024 વચ્ચે વાર્ષિક ધોરણે બાંધકામ હેઠળના મકાનોની કિંમતોમાં 30.6%નો વધારો થયો છે.
ધાર્મિક શહેરોમાં વિકાસને વેગ મળ્યો
અયોધ્યા, વારાણસી, વૃંદાવન, હરિદ્વાર, તિરુપતિ વગેરે જેવા ધાર્મિક શહેરોમાં ઘણા મોટા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. મોટા રિયલ એસ્ટેટ ડેવલપર્સ આ શહેરોમાં જઈ રહ્યા છે. દિલ્હી અને મુંબઈ સ્થિત ઘણા ડેવલપર્સે આ ધાર્મિક શહેરોમાં જમીન મેળવી છે અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આધ્યાત્મિક પર્યટનમાં તેજી સાથે, વલણમાં પરિવર્તન આવ્યું છે અને તેઓ હવે ધર્મનગરી તરફ આગળ વધી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech