પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવું નુકસાનકારક, થઇ શકે છે આ ગંભીર સમસ્યાઓ

  • May 04, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




​​​​​​​

આ દિવસોમાં પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. પ્લાસ્ટિકની થેલીઓથી લઈને બોટલો સુધી લોકો પ્લાસ્ટિકનો અનેક રીતે ઉપયોગ કરે છે. જો કે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેના કારણે  ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં પોતાને હાઈડ્રેટ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. ત્યારે લોકો આ સમય દરમિયાન ઘણીવાર પાણીની બોટલ પોતાની સાથે રાખે છે. જ્યારે પણ પાણીની બોટલની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરતા જોવા મળે છે. આજકાલ પ્લાસ્ટિક દરેકના ઘરનું અભિન્ન અંગ બની ગયું છે. તેનાથી થતા નુકસાનની જાણ હોવા છતાં ઘણા લોકો તેની અવગણના કરી રહ્યા છે અને તેનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે.

પ્લાસ્ટિક માત્ર આપણા પર્યાવરણ માટે જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. એક સંશોધન મુજબ, પાણીની બોટલમાં ક્વાર્ટર મિલિયન પ્લાસ્ટિકના કણો હોય છે અને તેમાંથી 10% માઇક્રોપ્લાસ્ટિક્સ અને 90% નેનોપ્લાસ્ટિક હોય છે. માઇક્રોપ્લાસ્ટિક્સ માનવ શરીરની ઘણી સિસ્ટમોને અસર કરે છે જેમ કે પાચન, શ્વસન, અંતઃસ્ત્રાવી, પ્રજનન અને રોગપ્રતિકારક તંત્ર.

 

બ્રેસ્ટ કેન્સરનો રોગ

પ્લાસ્ટિકની પાણીની બોટલ જ્યારે ગરમીના સંપર્કમાં આવે છે ત્યારે બોટલનું પ્લાસ્ટિક ડાયોક્સિન નામનું રસાયણ છોડે છે. આ કેમિકલના કારણે બ્રેસ્ટ કેન્સરનું જોખમ અનેકગણું વધી શકે છે.


શુક્રાણુઓની સંખ્યા ઓછી અને વ્યંધત્વ

વ્યંધત્વએ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ ઉપરાંત ઓછા શુક્રાણુઓની સંખ્યા પણ ઘણા પુરુષો માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. આના માટે ઘણા પરિબળો જવાબદાર છે પરંતુ પ્લાસ્ટિકની બોટલોમાં હાજર phthalate પણ આ માટે જવાબદાર છે.


હોર્મોનલ અસંતુલન

પ્લાસ્ટિકની બોટલોમાં હાજર BPA (Bi Phenyl A) હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે. BPA હોર્મોનલ અસંતુલનને ઉત્તેજિત કરી શકે છે, જે પ્રારંભિક તરુણાવસ્થા અને ડાયાબિટીસ તરફ દોરી શકે છે.


નબળી રોગપ્રતિકારક શક્તિ

પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી શકે છે. તેમાં હાજર માઇક્રોપ્લાસ્ટિક્સ આપણા રક્ત પરિભ્રમણમાં પ્રવેશવાને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application