રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપમાં ચાલતા જૂથવાદને કારણે ભારે ખેંચતાણ થવાના એંધાણ વતર્ઇિ રહ્યા છે, રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં પહેલા જ ત્રણ વખત ચૂંટણી અધિકારી બદલાયા બાદ હવે સેન્સ લેવા પ્રદેશ ભાજપમાંથી ઓબ્ઝર્વર આવશે, અલબત્ત તેમાં પણ કોણ આવશે તેનું નામ હજુ સુધી જાહેર કરાયું નથી. ભાજપ્નું એક જૂથ વર્તમાન ચેરમેન જયેશ બોઘરા રિપિટ થાય તે માટે પ્રયાસો કરી રહ્યું છે તો બીજું જૂથ પરસોતમ સાવલિયાને ચેરમેન બનાવવા માંગ કરી રહ્યું છે. આજે ગોંડલ અને જેતપુર યાર્ડમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયે આગામી દિવસોમાં રાજકોટ યાર્ડ માટે સેન્સ લેવાનાર હોવાનું જાણવા મળે છે.
રાજકોટ જિલ્લામાં કુલ છ માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા પદાધિકારીઓ પસંદ કરવા ભાજપે સેન્સ પ્રથા આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. સેન્સ પ્રમાણે નિર્ણય થાય કે નહિ તે તો સમય જ કહેશે પરંતુ અપેક્ષિત સભ્યોની સેન્સ જરૂરથી લેવાશે. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી તા.પાંચ જૂલાઇએ છે તેના માટે હવે ઓબ્ઝર્વર નિયુકત થશે, જામ કંડોરણા માટે પણ ઓબ્ઝર્વરની નિયુક્તિ હજુ બાકી છે. ઉપલેટા-ધોરાજી માટે હસમુખભાઇ હિંડોચા, હિરેન હિરપરા અને વિભાવરીબેન દવેને સેન્સની જવાબદારી સોંપાઇ છે. ગોંડલ અને જેતપુર માર્કેટ યાર્ડમાં તા.29 જુનએ ચૂંટણી છે, આ બન્ને યાર્ડ માટે ઓબ્ઝર્વર્સ આજે સેન્સ લેશે જેમાં ઓબ્ઝર્વર તરીકે કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભૂવા અને ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી પ્રદીપભાઇ ખીમાણીને જવાબદારી સોંપાઇ છે. તાજેતરમાં ઇફકોની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટની સરેઆમ અવગણના કરવામાં આવ્યા પછી ભાજપમાં સહકારી ક્ષેત્રની સેન્સ પ્રથા ચચર્સ્પિદ બની છે. જો કે સેન્સ પ્રમાણે ચેરમેન-વાઇસ ચેરમેનની પસંદગી થાય છે કે નહિ ? તે તો આવનારો સમય જ કહેશે.
રાજકોટ યાર્ડની ચૂંટણી પ્રક્રિયાનો ઘટનાક્રમ
- તા.2 જૂનએ ચેરમેન-વાઇસ ચેરમેનની મુદ્દત પૂર્ણ
- ચૂંટણી અધિકારી તરીકે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર નિયુક્ત
- મોરબી જિલ્લા રજિસ્ટ્રાર રજા ઉપર ગયા
- ચૂંટણી અધિકારી તરીકે જામનગર જિલ્લા રજિસ્ટ્રાર નિયુક્ત
- જામનગર જિલ્લા રજિસ્ટ્રાર રજા ઉપર ગયા
- ચૂંટણી અધિકારી તરીકે ગીર સોમનાથ જિલ્લા રજિસ્ટ્રાર નિયુક્ત
- તા.પાંચ જુલાઇએ ચેરમેનની ચૂંટણી યોજવા એજન્ડા પ્રસિધ્ધ
- પ્રદેશ ભાજપ દ્વારા યાર્ડની ચૂંટણીઓમાં ઓબ્ઝર્વર નિયુક્ત કરાયા
- રાજકોટ યાર્ડ માટેના ભાજપ્ના ઓબ્ઝર્વરનું નામ જાહેર ન કર્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech