1995માં પત્ની અને મિત્રના મર્ડરમાં નિર્દોષ છૂટતા વિશ્વભરમાં થઈ હતી ચર્ચાઓ
ફેમસ હોલીવુડ અભિનેતા, ફૂટબોલર અને મર્ડરના આરોપી ઓ.જે. સિમ્પસનનું ગતરાત્રે નિધન થયું છે. કેન્સર સામે લડ્યા બાદ 76 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. સિમ્પસનના મૃત્યુની તેના પરિવાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે અભિનેતા તેના બાળકો અને પૌત્રો સાથે હતા. 1994માં સિમ્પસન હત્યાના કેસને કારણે સમાચારમાં આવ્યા હતા, તેને તેની પૂર્વ પત્ની અને તેના એક પુરુષ મિત્રની હત્યા કર્યા બાદ ટ્રાયલમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ઓ.જે. સિમ્પસન અભિનેતા હોવા ઉપરાંત, ફૂટબોલ ખેલાડી પણ હતા. તેણે રમત જગતમાં ઘણા રેકોર્ડ તોડ્યા અને ખ્યાતિ હાંસલ કરી પરંતુ 12 જૂન, 1994ના રોજ તેની ખ્યાતિને ગ્રહણ લાગી ગયું જ્યારે તેની પૂર્વ પત્ની નિકોલ બ્રાઉન સિમ્પસન અને તેના બોયફ્રેન્ડ રોન ગોલ્ડમેનની તેમના ઘરની બહાર નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ કિસ્સાએ અભિનેતાનું આખું જીવન બદલી નાખ્યું. આ હત્યા કેસની ટ્રાયલ લગભગ નવ મહિના સુધી ચાલી, ત્યારબાદ ઓક્ટોબર 1995માં સિમ્પસનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. તેના નિર્દોષ છુટવાના કારણે વિશ્વભરમાં ચર્ચાઓ થઈ હતી.
ભલે ઓ.જે. સિમ્પસન નિર્દોષ છૂટી ગયો પરંતુ તેનું જીવન સરળ ન હતું. સપ્ટેમ્બર 2007માં તેની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તે કેટલાક લોકોને બંદૂકની અણી પર હોટેલ અને કેસિનોમાં લૂંટવા લઈ ગયો હતો. આ પછી સિમ્પસન પર અપહરણ અને સશસ્ત્ર લૂંટ સહિત અનેક ગંભીર આરોપો લાગ્યા હતા. પ્રખ્યાત અભિનેતા અને ખેલાડી બનવાથી લઈને હત્યા, અપહરણ અને સશસ્ત્ર લૂંટ સુધીની સફર ખૂબ જ આશ્ચર્યજનક રહી છે.
સિમ્પસનને આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે, 1 ઓક્ટોબર, 2017ના રોજ તેને પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તેણે 1968માં કોલેજ ફૂટબોલમાં હેઈઝમેન ટ્રોફી જીતી હતી. આ સિવાય તે એનએફએલ હોલ ઓફ ફેમર બન્યો. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેણે સિમ્પસન રેન્ટલ-કાર કંપની માટે પિચમેન અને ફૂટબોલ કોમેન્ટેટર તરીકે પણ સેવા આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech