રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 32 લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે, જો કે હજુ પણ આ આંકડો વધી શકે છે. ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે, એક જ પરિવારના આઠ સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા. જેમાંથી 3 નો બચાવ થઈ ગયો હતો, પણ હજુ 5 સભ્યોની કોઈ ભાળ મળી નથી.
જિલ્લાના સાંગણવા ગામના વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સંબંધીના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા, તેમના જણાવ્યા મુજબ અચાનક ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ એમને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ ગુમ છે.
પરિવારના સભ્યોએ ગુનેગારોને સખત સજાની માંગ કરી છે, પ્રદિપસિંહ ચૌહાણ નામના તેમના પરિજનએ ભાવુક થતાં કહ્યું છે કે, મારે સરકારી સહાય નથી જોઈતી, મેં મારું બધું જ ગુમાવી દીધું છે, અને સજા થયા બાદ જો ગુનેગારોને જામીન મળશે તો હું તેમને મારી નાખીશ. હાલમાં તંત્ર દ્વારા ઓળખાણ ન થઈ શકે તેવા મૃતદેહના સેમ્પલ ડી એનએ ટેસ્ટ કરાવવા માટે ગાંધીનગર મોકલાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech