સોરેન પરિવારમાં બળવો : સસરાને તમામ હોદ્દા પરથી રાજીનામું સોપી પરિવાર અને પાર્ટીના વડાઓ પર સીતાએ લગાવ્યા આરોપ
ઝારખંડમાં જેએમએમને મોટો ઝટકો લાગ્યો છે. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનના ભાભી સીતા સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ જેએમએમના મહાસચિવ હતા, સીતા ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને હાલમાં તેઓ જામા સીટથી ધારાસભ્ય છે. તેઓ શિબુ સોરેનના દિવંગત મોટા પુત્ર દુર્ગા સોરેનના પત્ની છે. તેણી આ પહેલા પણ હેમંત સોરેન સરકાર પર અનેક આરોપો લગાવી ચુક્યા છે. એવું પણ કહેવાય છે કે કલ્પના સોરેનને સીએમ બનતા અટકાવવામાં સીતા સોરેન મુખ્ય પાત્ર છે.
ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય સીતા સોરેને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા આ અંગે એક પત્ર લખીને પાર્ટી અધ્યક્ષ એટલે કે તેમના સસરા શિબુ સોરેનને મોકલ્યો છે. સીતાએ કહ્યું કે મારી અને મારા પરિવાર વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સીતા સોરેને કહ્યું, હું કેન્દ્રીય મહાસચિવ અને ઝારખંડ મુક્તિ મોરચાની સક્રિય સભ્ય છું. હાલમાં હું પાર્ટીની ધારાસભ્ય છું, ખૂબ જ દુઃખી હૃદય સાથે હું મારું રાજીનામું આપી રહી છું. મારા સ્વર્ગસ્થ પતિ દુર્ગા સોરેન ઝારખંડ ચળવળના અગ્રણી યોદ્ધા અને મહાન ક્રાંતિકારી હતા. તેમના મૃત્યુથી, હું અને મારો પરિવાર સતત ઉપેક્ષાનો ભોગ બનીએ છીએ. પાર્ટી અને પરિવારના સભ્યો દ્વારા અમને અલગ કરવામાં આવ્યા છે, જે મારા માટે અત્યંત પીડાદાયક રહ્યું છે. મને આશા હતી કે સમય સાથે પરિસ્થિતિ સુધરશે. પરંતુ કમનસીબે એવું ન થયું. ઝારખંડ મુક્તિ મોરચાને મારા સ્વ. પતિએ પોતાના બલિદાન અને સમર્પણ અને નેતૃત્વ ક્ષમતાના બળ પર એક મહાન પાર્ટી બનાવી. મને એ જોઈને ખૂબ દુઃખ થાય છે કે પાર્ટી હવે એવા લોકોના હાથમાં આવી ગઈ છે જેમની દ્રષ્ટિ અને ઉદ્દેશ્યો આપણા મૂલ્યો અને આદર્શો સાથે મેળ ખાતા નથી.
સીતાએ વધુમાં કહ્યું કે, શિબુ સોરેન (ગુરુજી બાબા)એ અમને બધાને એક રાખવા માટે સખત મહેનત કરી. દુર્ભાગ્યે, તેમના અથાક પ્રયત્નો છતાં, તે નિષ્ફળ ગયા. મને હાલમાં જ ખબર પડી છે કે મારી અને મારા પરિવાર વિરુદ્ધ પણ મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હું અત્યંત દુઃખી છું. મેં નિર્ણય લીધો છે કે મારે ઝારખંડ મુક્તિ મોરચા અને આ પરિવારને છોડવો છે. હું મારી પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી રહી છું. હું હંમેશા તમારી અને પાર્ટીનો આભારી રહીશ. મારી શુભકામનાઓ તમારી સાથે છે.
હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલ છે. હેમંત હાલ જેલમાં છે. હેમંતના સ્થાને ચંપાઈ સોરેનને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એવું કહેવાય છે કે સીતા શરૂઆતમાં પાર્ટીના આ નિર્ણયથી અસંતુષ્ટ હતી. બાદમાં તેને મનાવવાના દાવા કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech