કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. જેને 'આયર્ન લેડી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કંગના પોતે તેની નીડર શૈલી અને સ્પષ્ટવક્તા નિવેદનો માટે પ્રખ્યાત છે. કંગના ઘણી વખત તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ફેન્સ સમક્ષ તેના વિચારો વ્યક્ત કરતી હોય છે, પરંતુ તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલાક એવા ખુલાસા કર્યા છે. જેણે સો કોઇને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
કંગના રનૌત અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સના પ્રશ્નોના જવાબ આપતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની વાતોને પણ ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા યુઝરે કંગનાને પૂછ્યું કે, તે હંમેશા મહિલાઓના અધિકારોની વાત કરે છે. મહિલાઓને તેમના અધિકારો મળે તે સુનિશ્ચિત કરવા તેનો જુસ્સો પણ બતાવે છે. તો પછી શું તે બિલ્કીસ બાનો પર ફિલ્મ બનાવવા ઇચ્છે છે? આ સોશિયલ મીડિયા યુઝરે એમ પણ પૂછી લીધું કે, નારીવાદ માટે નહીં, એક સ્ત્રી તરીકે, શું તમે બિલ્કીસ બાનોની વાતને વિશ્વ સમક્ષ લાવવા માંગો છો? સોશિયલ મીડિયા પર એક યુઝરે જયારે કંગનાને આ પ્રકારે સવાલ કર્યા ત્યારે કંગનાએ હકારાત્મક જવાબ આપ્યો હતો. કંગનાએ જવાબમાં કહ્યું હતું કે, 'હું 'બિલ્કિસ બાનો' પર ફિલ્મ બનાવવા માંગુ છું અને છેલ્લા ત્રણ વર્ષથી તે સ્ક્રિપ્ટ પર ઘણું સંશોધન કર્યું છે.'
જોકે કંગનાનો જવાબ અહીં પૂરો થતો નથી અને આ વાત આટલેથી અટકતી નથી. કંગનાએ તેની હકારાત્મક ઇચ્છા તો વ્યક્ત કરી પરંતુ તેની ઇચ્છા આડે વિધ્ન છે અને તે અંગેની જાણકારી કંગનાએ આપતા ખૂબ જ અચરજ થાય તેમ છે. જીહા, કંગના 'બિલ્કિસ બાનો' પર ફિલ્મ બનાવવા માટે તૈયાર છે, પરંતુ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ તેની સાથે આ પ્રોજેક્ટમાં કામ કરવાની ઇચ્છા ધરાવતું નથી. અભિનેત્રી કંગનાએ આ વાતનો પણ ખુલાસો કરતા કહ્યું કે, 'નેટફ્લિક્સ' અને 'એમેઝોન પ્રાઇમ' સિવાય તેણે 'જિયો સિનેમા'ને પણ સ્ક્રિપ્ટ બતાવી હતી. જેમાં 'નેટફ્લિક્સ' અને 'એમેઝોન પ્રાઇમ'એ તો આ ફિલ્મ રાજકીય રીતે પ્રેરિત લાગે છે તેમ કહીને ઇનકાર કર્યો હતો. આ સાથે જ તેમણે રાજકીય મુદ્દાઓ પર ફિલ્મો બનાવવાની મનાઈ પણ કરી દીધી છે. આ તરફ 'જિયો સિનેમા' વિશે કંગનાએ લખ્યું છે કે તે ભાજપને સમર્થન કરતી હોવાથી જિયો સિનેમા તેની સાથે કામ નહીં કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech