કાલાવડમાં પાડોસીઓના ત્રાસના કારણે એક વૃઘ્ધાએ ફીનાઇલ પીને આપઘાત કરી લેતા ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. દરમ્યાનમાં આ બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા ૧૦ સામે વૃઘ્ધાને મરી જવા માટે મજબુર કર્યાની ફરીયાદ નોંધાવતા ટાઉન પોલીસે તપાસ આગળ વધારી છે. અગાઉ ઝઘડો થયો હતો જેનુ મનદુ:ખ રાખીને આરોપીઓ અવાર નવાર માથાકુટ કરીને ત્રાસ આપતા હતા.
કાલાવડના પીડબલ્યુડી સર્કલની બાજુમાં આંબેડકરનગરમાં રહેતા પ્રફુલ ઉર્ફે રસિકભાઇ ઉગાભાઇ સોંદરવા (ઉ.વ.૪૦) નામના શ્રમિક યુવાને ગઇકાલે ટાઉન પોલીસમાં કાલાવડના અમુ ચના સોલંકી, હંસાબેન અમુ સોલંકી, રેખાબેન અમુ સોલંકી, ગોવિંદ ચના સોલંકી, જયાબેન ગોવિંદ સોલંકી, વિનોદ અમુ સોલંકી, સોનલબેન વિનોદ સોલંકી, કિશોર અમુ સોલંકી, જયોતીબેન કિશોર સોલંકી તથા વિરજી ડાયા સોંદરવાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપી અમુ સોલંકીના પરિવાર સાથે ફરીયાદી તથા તેના પરિવારને આશરે દોઢેક વર્ષ પહેલા ઝઘડો થયો હતો અને આ બાબતે પોલીસ ફરીયાદ થયેલ હોય જેનું મનદુ:ખ રાખી આરોપીઓએ અવાર નવાર ફરીયાદી પ્રફુલભાઇ તથા તેના પરિવાર સાથે ઝઘડાઓ, માથાકુટ કરી ત્રાસ આપતા હતા.
આ પ્રકારની રોજે રોજની માથાકુટથી કંટાળી આરોપીઓના અસહ્ય ત્રાસના લીધે ફરીયાદીના માતા રામીબેન ઉગાભાઇ સોંદરવા (ઉ.વ.૬૫) નામના વૃઘ્ધાએ આ ત્રાસ સહન ન થતા તેમજ આરોપીઓના ત્રાસના લીધે ગત તા. ૬-૪-૨૪ રાત્રીના સુમારે રામીબેને ફીનાઇલ પી લેતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ચાલુ સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો, આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો અને વૃઘ્ધાને ત્રાસ આપી મરી જવા માટે મજબુર કર્યાની ફરીયાદ દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે, ફરીયાદના આધારે કાલાવડ ટાઉનના પીઆઇ એન.બી. ડાભી તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆગામી વર્ષોમાં એપલ તેના તમામ મોબાઇલ ફોન ભારતમાં બનાવશે અને ખરીદશે: સિંધિયા
May 07, 2025 10:54 AMરાણપરથી ધામણીનેશ તરફ દેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
May 07, 2025 10:48 AMભાણવડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ
May 07, 2025 10:47 AMખંભાળીયા પાલીકા દ્વારા ઘી અને તેલી નદીમાં દબાણો અંગે સર્વે શરુ
May 07, 2025 10:38 AMદ્વારકામાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી
May 07, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech