પીડિતા રેખા પાત્રાએ શાહજહાં શેખ વિરુદ્ધ વિરોધની કરી હતી પહેલ : ભાજપે ટીએમસી પર પોસ્ટર લગાવી સસ્તી રાજનીતિ કરવાનો લગાવ્યો આરોપ
બીજેપીએ સંદેશખાલી કેસની "પીડિતા" રેખા પાત્રાને બસીરહાટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા પછી, આ વિસ્તારમાં કેટલાક સ્થળોએ તેમના વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા છે. આ હસ્તલિખિત પોસ્ટરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખા પાત્રાની ઉમેદવારીની નિંદા કરે છે. રેખા પર સસ્પેન્ડેડ તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓ દ્વારા કથિત રીતે અત્યાચાર કરવામાં આવ્યો હતો.
રેખા પાત્રા વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ ભાજપે રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસ પર આંગળી ચીંધી છે, જો કે ટીએમસીએ આ આરોપને ફગાવી દીધા છે. રેખા પાત્રા, હજી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા નથી, તેમને બસીરહાટ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સંદેશખાલી બસીરહાટ મતવિસ્તારનો મહત્વપૂર્ણ ભાગ છે. બીજેપીએ સીટ પરથી પાત્રાના નામાંકનની જાહેરાત કર્યાના એક દિવસ પછી, ગઈકાલે આ પોસ્ટરો જોવા મળ્યા જેમાં લખ્યું હતું કે "અમે રેખા પાત્રાને બીજેપીના ઉમેદવાર તરીકે નથી ગણતા". ભાજપના એક સ્થાનિક નેતાએ કહ્યું, તૃણમૂલ કોંગ્રેસે સસ્તી રાજનીતિ કરવા માટે આ કર્યું છે.
જો કે ટીએમસીએ આ આરોપને નકારી કાઢ્યો છે. આ દરમિયાન પાત્રાને ઉમેદવાર બનાવાતા વિસ્તારની કેટલીક મહિલાઓએ ખુશી વ્યક્ત કરી છે. એક સ્થાનિક મહિલાએ કહ્યું, “અમે ક્યારેય સાંસદને જોયા નથી. હવે અમારા ગામમાંથી જ કોઈ સાંસદ બની શકે છે.'' સંદેશાખાલીના સૌથી વધુ અવાજ ઉઠાવનારાઓમાં રેખા પાત્રા મોખરે હતા. તેની ફરિયાદના આધારે પોલીસે શાહજહાં શેખના સહયોગી શિબુ હઝરાની ધરપકડ કરી છે. 6 માર્ચે બારાસતમાં જાહેર સભા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે પીડિતાઓને મળ્યા તેમાં રેખા પણ શામેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે આઈએમએફમાં પાકની પોલ ખોલી, પરંતુ સભ્ય દેશોને બેલઆઉટ પેકેજ માટે રોકી ન શક્યું
May 10, 2025 10:41 AM3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી
May 10, 2025 10:26 AMનૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, અંદામાન -નિકોબારમાં એન્ટ્રી લેશે
May 10, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech