પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી બુધવારના રોજ કાર અકસ્માતને કારણે ઘાયલ થયા હતા. હવામાન બરાબર ન હોવાને કારણે મમતા બેનર્જી હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા ન હતા. સડક માર્ગ પર તેઓ કારમા મુસાફરી કરી રહ્યા હતા. આ વેળા તેઓ એક અકસ્માતનો ભોગ બન્યા હતા.
વાસ્તવમાં મમતા બેનર્જીની કારને અન્ય વાહન સાથે ટક્કર ન લાગે તે માટે અચાનક જ રોકી દેવામાં આવી હતી. જેના કારણે અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત બર્ધમાનથી કોલકાતા પરત ફરતી વખતે થયો હતો. મમતા બેનર્જીના કાફલાની સામે અચાનક બીજી કાર આવી હતી ગઇ હતી. જેથી બ્રેક લગાવવામાં આવી હતી. આ વેળા મમતા બેનર્જીને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે મમતાદીદી અક્સ્માતમાં ઘાયલ થયાના સમાચાર મળતા જ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
આપને જણાવી દઇએ કે, મમતા બેનર્જી ગત વર્ષે જૂનમાં પણ એક અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં તેઓ ઘાયલ થયા હતા. મમતા બેનર્જી પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જલપાઈગુડીમાં ચૂંટણી રેલી બાદ બાગડોગરા એરપોર્ટ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું હેલિકોપ્ટર બૈકુંથપુરના જંગલોની નજીકના ખરાબ હવામાન વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યાર બાદ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને આ દરમિયાન મમતા બેનર્જીને તેમના ડાબા ઘૂંટણના લિગામેન્ટમા ઇજા પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech