95 વાર થઈ ચૂકી છે જેલ : એડિશનલ સેશન્સ જજના નકલી કાગળ બનાવી બે મહિનાની મોકલી દીધા’તા રજા પર : 85 વર્ષે થયું નિધન
ધનીરામ મિત્તલનું જીવન એક સસ્પેન્સ થ્રીલર નોવેલની જેમ વીત્યું છે. 18 એપ્રિલના રોજ 85 વર્ષે તેનું અવસાન થયું છે. મિત્તલ ‘સુપર થીફ’ તરીકે ઓળખાતો હતો. 1968માં હરિયાણામાં કોર્ટ પાર્કિંગમાંથી ઓટોમોબાઈલની ચોરી કરી તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી અને તેની આવડતની પરાકાષ્ઠા એવી કે, તેણે હિંમતભેર એક ન્યાયાધીશની ખુરશી પચાવી પાડી, નકલી જજ બની કેટલાય કેદીઓને મુક્ત કરી દીધા છે.
મૃત્યુ બાદ અધિકારીઑએ મિત્તલ વિરુદ્ધ લગભગ બે ડઝન ઓપન કેસોને બંધ કર્યા હતા, તેમણે જ આ મૃત્યુની પુષ્ટિ કરી હતી. નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર દરમિયાન મિત્તલના પુત્રએ કહ્યું હતું કે, "તેમને ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હતી અને તેઓ એક વર્ષથી બીમાર હતા."
હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને રાજસ્થાનમાં 150 થી વધુ ચોરીના કેસમાં ધનીરામની સંડોવણી હતી, જેમાંથી તે 90 થી વધુ કેસ માટે જેલમાં જઈ ચૂક્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે ચોરી, છેતરપિંડી અને બનાવટના એક હજારથી વધુ કેસમાં સીધો સંડોવાયેલો હતો. એક ગુનેગાર તરીકે ધનીરામનું નામ સૌ પ્રથમ 1964માં સૌની સામે આવ્યું અને ત્યારબાદ તે ક્યારેય અટક્યું નહીં.
પોલીસના જણાવ્યા અનુસાર, એકવાર તેણે હરિયાણાની ઝજ્જર કોર્ટના પાર્કિંગમાંથી કાર ચોરી કરી હતી. તેણે થોડા દિવસો માટે ઝજ્જર કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કામ કર્યું અને લાંબી સજા કાપી રહેલા ગુનેગારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો. ધનીરામ મિત્તલે રોહતકમાંથી બીએસસી પાસ કર્યું અને બાદમાં રાજસ્થાનમાંથી એલએલબી પણ કર્યું. એલએલબી કર્યા પછી તેણે વકીલો પાસેથી ક્લાર્કનું કામ શીખ્યું. આ પછી, તેણે નકલી દસ્તાવેજો બનાવીને સ્ટેશન માસ્ટરની નોકરી મેળવી અને 1968 થી 1974 સુધી ત્યાં કામ કર્યું. 2016માં 77 વર્ષની ઉંમરે રાની બાગમાં કાર ચોરી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ તેની 95મી ધરપકડ હતી.
એકવાર ધનીરામે ઝજ્જર કોર્ટના એડિશનલ સેશન્સ જજને નકલી કાગળો કરીને બે મહિનાની રજા પર મોકલી દીધા. આ પછી મિત્તલ જજની પર બેઠા અને બે હજારથી વધુ ગુનેગારોને છોડી મૂક્યા. શું થઈ રહ્યું છે તે કોઈને સમજાય તે પહેલા મિત્તલ ભાગી ગયો હતો. તેણે કોલકાતામાં ગ્રાફોલોજી કોર્સમાં હાજરી આપતા પહેલા હરિયાણા ટ્રાન્સપોર્ટ વિભાગમાં ક્લાર્ક તરીકે ટૂંકી નોકરી પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech