દુનિયાભરના લોકોમાં અલગ-અલગ પ્રકારના રેકોર્ડ બનાવવાનો ક્રેઝ હોય છે. આવો જ રેકોર્ડ એક અમેરિકન મહિલાએ બનાવ્યો છે. ડાયના આર્મસ્ટ્રોંગ નામની મહિલાએ સૌથી લાંબા નખ રાખવાનો રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડે આની જાહેરાત કરી હતી.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, અમેરિકાના મિનેસોટામાં રહેતી ડાયનાના નામની મહિલાના બંને હાથ પર સૌથી લાંબા નખ હોવાનો રેકોર્ડ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, અમેરિકન મહિલા ડાયના આર્મસ્ટ્રોંગના બંને હાથના નખની લંબાઈ લગભગ 42 ફૂટ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ 25 વર્ષથી પોતાના નખ કાપ્યા નથી.
અમેરિકાના મિનેસોટામાં રહેતી ડાયના આર્મસ્ટ્રોંગ નામની મહિલાની ઉંમર લગભગ 63 વર્ષ છે. તે છેલ્લા 25 વર્ષથી તેના નખ ઉગાડી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડાયના નામની આ મહિલાએ છેલ્લે વર્ષ 1997માં પોતાના નખ કાપ્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, ડાયનાનો દાવો છે કે તેના નખની કુલ લંબાઈ સામાન્ય બસ કરતા વધુ લાંબી છે.
ડાયના આર્મસ્ટ્રોંગ નામની અમેરિકન મહિલાએ પોતાના નખ ન કાપવા પાછળ એક કરુણ કહાની છે. વાસ્તવમાં ડાયનાને 16 વર્ષની પુત્રી હતી, જેણે અસ્થમાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડાયનાએ કહ્યું કે તેની પુત્રી દર અઠવાડિયે તેના નખ કાપતી હતી. ડાયનાએ પોતાની દીકરીની યાદમાં 25 વર્ષથી નખ કાપ્યા નથી અને હવે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાયપરટેન્શન બની શકે છે સાયલન્ટ કિલર : આજે વિશ્વ હાયપરટેન્શન દિવસ
May 17, 2024 04:23 PMબગસરા નગરપાલિકાના સફાઈ કામદારનો પગાર ન કરાતા હલ્લાબોલ
May 17, 2024 04:16 PMસોમનાથ-વેરાવળ ડિવિઝને સ્માર્ટ ડિજિટલ વીજમીટરના યુગમાં માંડ્યો કદમ
May 17, 2024 04:12 PMઘરે માર્કેટ જેવું પરફેક્ટ પનીર બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ
May 17, 2024 04:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech