અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ હતો. દરેક મંદિર અને દરેક ઘરમાં રામના નામના દીવા પ્રગટાવવામાં આવ્યા અને દિવાળીની જેમ જ ઉજવણી કરવામાં આવી હતી. મૈસુરના પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલા પર બનેલી મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે.
ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી. શાસ્ત્રોમાં વર્ણન છે કે નિલામ્બુજમ શ્યામમ કોમલંગમ… એટલા માટે શ્રી રામની શ્યામ રંગની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં મોટાભાગની મૂર્તિઓ સફેદ આરસ અથવા અષ્ટધાતુની બનેલી હોય છે, પરંતુ દક્ષિણ ભારતમાં મૂર્તિઓ કાળા રંગની હોય છે.
રામલલાની ત્રણ પ્રતિમાઓમાંથી બે કૃષ્ણ પથ્થરમાંથી કોતરવામાં આવ્યા હતા, જ્યારે એક આરસમાંથી કોતરવામાં આવી હતી. આરસની આ મૂર્તિ રાજસ્થાનના શિલ્પકાર સત્ય નારાયણ પાંડેએ બનાવી છે. ત્રીજી પ્રતિમા ગણેશ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી છે. રામલલાની બીજી બન્ને મૂર્તિઓની તસવીર પણ સામે આવી છે. સૂત્રો મુજબ તે પ્રથમ માળ પર સ્થાપિત કરવામાં આવશે. જેમાંથી સફેદ પથ્થર માંથી બનેલી પ્રતિમા સત્ય નારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવી છે. પરંતુ, કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજની મૂર્તિ ગર્ભગૃહ માટે પસંદ કરવામાં આવ્યા બાદ હવે બાકીની બે મૂર્તિઓને મંદિરમાં અન્ય સ્થળોએ સ્થાન આપવામાં આવશે. બીજી મૂર્તિમાં ભગવાન રામના ચરણોમાં હનુમાનજી પણ બિરાજમાન છે, જ્યારે ચારે બાજુ ભગવાન વિષ્ણુના અવતાર બનાવવામાં આવ્યા છે. જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર - 1- મત્સ્ય, 2- કૂર્મ, 3- વરાહ, 4- નરસિંહ, 5- વામન, 6- પરશુરામ, 7- રામ, 8- કૃષ્ણ, 9- બુદ્ધ અને 10મો કલ્કિ અવતાર બનાવવામાં આવ્યા છે અને આભૂષણો અને વસ્ત્રોથી સુશોભિત રામલલાના હાથમાં સોનાનું ધનુષ્ય અને બાણ છે.
ત્રીજી પ્રતિમા કૃષ્ણ શિલાની છે. તે મૈસુરના હેગ્ગદેવના કોટે વિસ્તારમાં એક ખેતરમાં મળેલા કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પથ્થર કાળા રંગનો છે. આમાં પણ પ્રતિમાની આસપાસ આભા છે અને તેના પર ભગવાન વિષ્ણુના તમામ 10 અવતાર બતાવવામાં આવ્યા છે. માથા પર મુગટ, જેના પર ભગવાન સૂર્ય બિરાજમાન છે, કાનમાં બુટ્ટી છે, ગળામાં માળા અને ડાબા હાથમાં ધનુષ્ય છે.
રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત પ્રતિમાની ઊંચાઈ ખૂબ જ સમજી વિચારીને 51 ઈંચ રાખવામાં આવી છે. સામાન્ય રીતે, ભારતમાં 5 વર્ષના બાળકની ઊંચાઈ 51 ઇંચની આસપાસ હોય છે. 51 ને પણ શુભ અંક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ગર્ભગૃહમાં સ્થાપિત થનારી મૂર્તિનું કદ પણ 51 ઇંચ રાખવામાં આવ્યું છે. ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ શાલિગ્રામ પથ્થરને કોતરીને બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શાલિગ્રામ એક પ્રકારનો અશ્મિ પથ્થર છે જે સામાન્ય રીતે નદીઓના તળિયે જોવા મળે છે. શ્યામ શિલાની ઉંમર હજારો વર્ષ છે. તે પાણી પ્રતિરોધક છે. આ કારણથી ચંદન-રોલી લગાવ્યા પછી પણ વર્ષો સુધી મૂર્તિની ચમક પર અસર થતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech