પીએમ મોદી રવિવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. હજારો કરોડની ભેટ આપ્યા બાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં પીએમે રોડ શો કર્યો હતો. આ દરમિયાન સમર્થકોએ ફૂલોની વર્ષા કરીને તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મોદીની એક ઝલક મેળવવા માટે ભીડ ઉમટી પડી હતી.
રોડ શોમાં સમગ્ર રૂટ પર "મોદીજી આપકા સ્વાગત હૈ…" ના હર્ષનાદો સાંભળવા મળ્યા હતા. પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પણ પ્રધાનમંત્રીશ્રીની પ્રતિકૃતિ બનાવી હર્ષ વ્યક્ત કર્યો હતો. આ તકે સમગ્ર રૂટ પર થયેલી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓએ ઉપસ્થિતજનોમાં અનેરું આકર્ષણ જન્માવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળના શિષ્યો દ્વારા વેદોચ્ચાર થકી વડાપ્રધાનને અનોખો આવકાર આપવામાં આવ્યો હતો. રાજકોટની જનતા દ્વારા દર્શાવાયેલા આ પ્રેમનો પ્રધાનમંત્રીએ પણ ઉષ્માસભર પ્રતિસાદ આપતા અભિવાદનનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
રોડ શોમાં રાજકોટની સ્કૂલના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન અને દેશભક્તિની થીમ આધારિત ગીત પર નૃત્ય રજૂ કરતા તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રધાનમંત્રીએ પણ તેમના અનોખા અભિવાદનને સહર્ષ સ્વીકાર્યું હતું. ઉપસ્થિતજનોએ આ તકે રાજકોટને વિવિધ વિકાસ પ્રક્લપોની ભેટ બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શોમા વોરા સમાજની શાલ પણ સ્વીકારી હતી.
જૂના એરપોર્ટથી રેસકોર્સ મેદાન પહોચ્યા બાદ વડાપ્રધાને અલગ અલગ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું, આ દરમિયાન અલગ અલગ મહાનુભાવોએ વડાપ્રધાનનું અલગ અલગ ભેટ સોગાદોથી સ્વાગત કર્યું હતું, વડાપ્રધાને સંભાળવા હજારોની જનમેદની એકઠી થઇ છે. તેમણે આ તકે રાજકોટવાસીઓનો ખાસ આભાર માન્યો હતો, કેમ કે તેમણે પોતાની પ્રથમ ચુંટણી રાજકોટ માંથી લડી હતી અને રાજકોટવાસીઓએ તેમને બહુમતી સાથે જીત અપાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાવઠાથી પાકને થયેલ નુકસાનનો વળતર ચૂકવવા માંગ
May 10, 2025 11:26 AMજી-7 દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી: ભારત- પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી
May 10, 2025 11:11 AMકચ્છમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા
May 10, 2025 11:05 AMસૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025-26નું સમાપન
May 10, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech