રેસકોર્સની પાળીએ બેસવાની ખુશી છીનવી લેતી મહાપાલિકા

March 14, 2018 at 7:23 pm


રાજકોટના લાખો શહેરીજનો માટેના એકમાત્ર ફરવાલાયક સ્થળ રેસકોર્સની પાળીએ બેસવાની ખુશી પણ હવે મહાપાલિકા તંત્રએ છીનવી લીધી છે તેવું રાજકોટવાસીઓ અનુભવી રહ્યા છે. રેસકોર્સ રિંગરોડ પર બિગ બાઈટની સામેથી કિસાનપરા ચોક સુધી અને કિસાનપરા ચોકથી પટેલ આઈસ્ક્રીમ સુધીની પાળી નવિનીકરણના નામે છેલ્લા બે મહિનાથી તોડી પડાઈ છે અને હજુ સુધી નવી પાળીનું કામ પૂર્ણ થયુ ન હોય શહેરીજનો હવે રેસકોર્સની પાળીએ બેસી શકતા નથી. દિવસભરની દોડધામ બાદ રાત્રે રેસકોર્સની પાળીએ બેસી શહેરીજનો થાક ઉતારી મનોરંજિત થતાં હોય છે પરંતુ હાલમાં તંત્રએ કોમનમેનની આ લકઝરી છીનવી લીધી છે.

31 મે સુધીમાં કામ પૂર્ણ થશે: સિટી એન્જિનિયર ચિરાગ પંડયા
રેસકોર્સની પાળીઓના નવિનીકરણની કામગીરી સંભાળતા સિટી એન્જિનિયર ચિરાગ પંડયાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2018થી કામગીરી શ કરાઈ હતી અને બે મહિનામાં અડધુ કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી તા.31 મે સુધીમાં કામ પુ થઈ જશે અને તે સાથે જ રેસકોર્સની પાળીઓ અને ગ્રીલ બેદવાલાયક અને અગાઉ કરતા વધુ આકર્ષક બની જશે.

નબળું કામ થતું હોવાની સિનિયર સિટીઝન્સને શંકા
રાજકોટ મહાપાલિકા દ્વારા રેસકોર્સ રિંગરોડની વર્ષો પૂર્વે બનાવાયેલી મજબુત પાળીઓ અને ગ્રીલ દૂર કરીને ા.2 કરોડના ખર્ચે નવી પાળીઓ બનાવી નવી ગ્રીલ નાખવામાં આવી રહી છે. જો કે, નવુ બાંધકામ અગાઉના બાંધકામની સરખામણીએ નબળું થઈ રહ્યું હોવાની નિયમિત રેસકોર્સ જતા સિનિયર સિટિઝન્સને શંકા છે.

બહમાળી ભવન તરફ તો હજુ પાળી તોડવાની બાકી!
મહાપાલિકા તંત્ર દ્વારા બે મહિનામાં રેસકોર્સ રિંગરોડનું નવિનીકરણ થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી પોલીસ કમિશનર કચેરીથી પોલીસ હેડ કવાર્ટર્સ સુધીના રિંગરોડની પાળી તો તોડવાની પણ બાકી છે! આ મુજબ કામ શ જ થયુ નથી તો પૂર્ણ કયારે થશે? તે સો મણનો સવાલ છે.

નગરસેવકો-પદાધિકારીઓ પાસે ચેકિંગનો સમય નથી!
ડેપ્યુટી મેયરના વોર્ડ નં.2માં રેસકોર્સ રિંગરોડનું કામ ચાલી રહ્યું છે પરંતુ વોર્ડ નં.2ના નગરસેવકો કે મહાપાલિકાના પદાધિકારીઓ પાસે કેવું કામ થઈ રહ્યું છે? તેનું સ્થળ નિરીક્ષણ કરવાનો કે પ્રોજેકટનું ફોલોઅપ લેવાનો સમય નથી! આવા કારણોસર હવે ઈજનેરો અને કોન્ટ્રાકટરોના ભરોસે કામગીરી આગળ ધપી રહી છે.

રેસકોર્સ રિંગરોડની નવી પાળીનો ખર્ચ રૂ.2 કરોડ
રેસકોર્સ રિંગરોડ પર નવિનીકરણ માટે બનાવવામાં આવી રહેલી નવી પાળી અને નવી ગ્રીલનો કુલ ખર્ચ ા.2 કરોડ થનાર હોવાનું મહાપાલિકાના સત્તાવાર વર્તૂળોએ જણાવ્યું હતું. ા.2 કરોડના ખર્ચે નવિનીકરણ બાદ રેસકોર્સ રિંગરોડ વધુ આકર્ષક બની જશે તેવો તંત્રનો દાવો છે.

ગ્રીલની ડિઝાઈનની પસંદગીમાં વિલંબ
મહાપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગ્રીલની ડિઝાઈનોની પસંદગીમાં વિલંબ થતાં કામ મોડુ થઈ રહ્યું છે. આજે ગ્રીલની ડિઝાઈન ફાઈનલ થનાર છે ત્યારબાદ જ કામગીરી ઝડપી બનશે. ગ્રીલની ડિઝાઈનની પસંદગી પ્રમાણે પ્રોજેકટના ખર્ચમાં પણ વધઘટ થનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Comments

comments