Rajkot Latest News

 • પાક વીમો ફેબ્રુઆરી સુધીમાં મળી જશેઃ રાજકોટમાં મુખ્યમંત્રીની જાહેરાત

  નાતાલના દિવસે આજે રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કિસાન સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેડૂતો માટે ‘સાન્ટાકલોઝ’ બન્યા હોય તેમ કિસાનોના ઉત્કર્ષ માટે અનેક યોજનાઆે અને સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પાક વીમાના નાણાં ખેડૂતોને સમયસર મળે તે માટે બે મંત્રીઆેને ખાસ જવાબદારી સાેંપવામાં આવી છે અને તે સતત દિલ્હીના … Read More

 • ધનરાજ પિંઈ બનશે મહાપાલિકાના મહેમાન

  ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાન પદ્મશ્રી ધનરાજ પિંઈ આગામી તા.28 ડિસેમ્બરથી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેઆે મહાપાલિકાના મહેમાન બનશે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. વધુમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, તા.28 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી રાજકોટ મહાપાલિકાના હોકી ગ્રાઉન્ડ ખાતે સિલેક્શન કેમ્પ યોજાનાર છે જેમાં ધનરાજ પિંઈ હાજરી આપશે &helli Read More

 • રેલવેમાં 8700થી વધુ જગ્યાઆે ભરવા આેનલાઈન અરજીઆે મગાવાઈ

  ભારતીય રેલવે દ્વારા તેના જુદા જુદા ઝોનમાં કુલ 8700 જેટલી જગ્યાઆે ભરવા માટે ઈન્ડિયન રેલવેઝ ડોટ ગવડોર ઈન ઉપરથી આેનલાઈન અરજીઆે માગવામાં આવી છે. પશ્ચિમ રેલવે, પૂર્વ મધ્ય રેલવે અને ઉત્તર પૂર્વ રેલવે ઝોન માટે અરજીઆે માગવામાં આવી છે. તેમાં પશ્ચિમ રેલવેમાં જુદી જુદી ટેકનિકલ કેટેગરીમાં 5718 એપ્રેન્ટિસની જગ્યાઆેનો સમાવેશ થાય છે. તા.9 જાન્યુઆરી સુધીમાં … Read More

 • default
  હાય રે…અંધશ્રધ્ધા… ચાર દિવસના બાળકને ઝાડાની તકલીફ થતાં દાદીએ પેટે ડામ દીધા

  પડધરી તાલુકાના ખાખરાબેલા ગામે ખેતીકામ કરતા પરિવારમાં ચાર દિવસના બાળકને ઝાડાની તકલીફ થતાં અંધશ્રધ્ધામાં દાદીએ પેટે ગરમ સળિયાના ડામ આપતા બાળકને સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગેની વિગત મુજબ પડધરીના ખાખરાબેલા ગામે રહેતા નંદુભાઈ અરવિંદસિંહ દરબારની વાડીએ ખેતીકામ કરવા આવેલા ઈન્દરસીગ સિંગલા નામના આદિવાસી યુવાનના ચાર દિવસના બાળકને ઝાડાની તકલીફ થતાં ગઈ Read More

 • આવી આનંદી નાતાલ… જનમ્યા ખ્રિસ્તી પ્રભુ જિજસ

  આજે ભગવાન ઈશુનો જન્મદિવસ એટલે કે નાતાલ જેને અંગ્રેજીમાં ક્રિસમસ તરીકે આેળખવામાં આવે છે. દેશભરનાં દેવળોમાં પ્રભુ ઈશુના જન્મના વધામણાં માટે સુંદર આયોજનો કરવામાં આવ્યા છે. રાજકોટમાં પણ રહેતાં ખ્રિસ્તી પરિવારોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યાે છે. ગઈકાલ રાત્રે 12-00 કલાકથી હેપ્પી ક્રિસમસ કહીને સૌ એકબીજાને મુબારક પાઠવી રહ્યાં છે. સૌરાષ્ટ્રભરમાં આવેલા ચર્ચમાં ભગવાન … Read More

 • પ્રવાસી બસની સલામતી અંગેના નિયમો કડક બનાવાશેઃ રૂપાણી

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું હતું. કે, પ્રવાસી બસની સલામતી અંગેના નિયમો કડક બનાવાશે. તાજેતરમાં ડાંગમાં સ્કૂલના બાળકો સાથેની બસ ઉંડી ખીણમાં પડી જતાં દસ બાળકોના મોત થયા હતા તે સંદર્ભે મુખ્યમંત્રીએ આ વાત કરી હતી. તેમણે અછત-રાહતની પરિસ્થિતિ ઉપર સરકાર સતત નજર રાખી રહી છે તેમ પણ જણાવ્યું હતું. અન્ય … Read More

 • default
  પડધરી પાસેની જિનિંગ મિલમાં લાગેલી આગના લબકારા બીજા દિવસે પણ ચાલું

  રાજકોટ-જામનગર હાઈ-વે પર પડધરી પાસે નરેન્દ્ર કોટન નામની જિનિંગ મિલમાં ગઈકાલે બપોરે ભીષણ આગ લાગી હતી જેના કારણે આખી ફેકટરીને ખાલી કરાવવામાં આવી હતી. ગઈકાલે બપોરે લાગેલી આગને બૂઝાવવા માટે રાજકોટના ચારેય ફાયર સ્ટેશનોમાંથી ફાયરબ્રિગેડના સ્ટાફના દોડાવવામાં આવ્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વપ ધારણ કરી લેતાં રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ગોંડલ, મોરબી, જસદણ અને વાંકાનેરના … Read More

 • default
  રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનના પીસીઆર વાનનો કોન્સ્ટેબલ 10 હજારની લાંચ લેતાં ઝડપાયો

  રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલને એસીબીએ મોડીરાત્રે ા.10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચ અંગે મોડીરાત્રે ટ્રેપ થતાં પોલીસબેડામાં પણ સોંપો પડી ગયો હતો. એસીબીમાંથી મળતી માહિતી મુજબ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિને જુગાર રમતાં ઝડપી લીધા હતા જેમાં જુગારમાં મારપીટ નહીં કરવા માટે આજી ડેમ … Read More

 • default
  પડધરી પાસેની જિનિંગ મિલમાં લાગેલી આગના લબકારા બીજા દિવસે પણ ચાલું

  રાજકોટ-જામનગર હાઈ-વે પર પડધરી પાસે નરેન્દ્ર કોટન નામની જિનિંગ મિલમાં ગઈકાલે બપોરે ભીષણ આગ લાગી હતી જેના કારણે આખી ફેકટરીને ખાલી કરાવવામાં આવી હતી. ગઈકાલે બપોરે લાગેલી આગને બૂઝાવવા માટે રાજકોટના ચારેય ફાયર સ્ટેશનોમાંથી ફાયરબ્રિગેડના સ્ટાફના દોડાવવામાં આવ્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ગાેંડલ, મોરબી, જસદણ અને વાંકાનેરના … Read More

 • સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠંડીમાં વધારોઃ નલિયા 9.3 ડિગ્રી

  ગઈકાલે પ્રમાણમાં થોડી રાહત રહ્યા બાદ આજે ફરી ઠંડીનું જોર વધ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો 1થી 3 ડિગ્રી જેટલો નીચે ઉતર્યો છે. અધુરામાં પુરું ટાઢાબોળ પવન ફૂંકાતા હોવાથી ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. ગઈકાલે રાજકોટનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી હતું તે આજે ઘટીને 10.8 ડિગ્રી થયું છે. આવી જ રીતે નલિયામાં 10 ડિગ્રી ગઈકાલે … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL