Rajkot Latest News

 • ઉપવાસ પર ઉતરેલા હાદિર્ક પટેલે અન્નની સાથે આજથી જળનો પણ ત્યાગ કરતા સરકારમાં ફફડાટ

  પાટીદાર સમાજ માટે અનામતની માંગણી સાથે તથા ખેડૂતોના પ્રશ્નો માટે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાદિર્ક પટેલનું આજે છઠ્ઠા દિવસે સ્વાસ્થ્ય કથળ્યું હોવા છતાં હાદિર્કે અન્નની સાથે આજથી જળનો પણ ત્યાગ કરતા રાજ્ય સરકારમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના તબીબોએ હાદિર્ક પટેલનતબીબી ચકાસણી કાર્ય બાદ તેના સતત કથળી રહેલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં … Read More

 • મુખ્યમંત્રી રાજકોટમાંઃ સેવા સેતુ, ખાતમુહંર્ત સહિતના અનેક કાર્યક્રમો

  મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી આવતીકાલ ગુરુવારે 30 આેગસ્ટે સવારે 10 કલાકે રાજકોટ મહાનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર નિવારણ તથા સરકારી સેવાઆેના લાભ ઘર આંગણે બેઠાં પહોચાડવાના આ જનહિતલક્ષી સેવા સેતુનો ચોથો તબક્કાે ર4 આેગસ્ટથી રાજયમાં શરુ થયો છે. રાજકોટ મહાનગરનો આ સેવા સેતુ કાર્યક્રમ વોર્ડ-ર માં એરપોર્ટ રોડ પાસે યોજાયો … Read More

 • default
  અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીમાં ચેરમેન તરીકે રાજકીય નિમણૂકો ન થતાં ભાજપમાં રોષ

  અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીઆેમાં ચેરમેન તરીકે કલેકટરના બદલે જે તે મહાનગરના મ્યુનિસિપલ કમિશનર જવાબદારી સંભાળશે તેવી જાહેરાત ગઈકાલે સત્તાવાર રીતે કરાયા બાદ ભાજપના આગેવાનોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે. અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીઆેના ચેરમેન બનવાના ખ્વાબ જોતાં અનેક આગેવાનોના સપનાં સાકાર થયા નથી અને તેના કારણે ચૂંટણીના સમયે જ ભાજપમાં ભડકો થાય તેવી સ્થિતિ છે. અર્બન … Read More

 • રાજકોટ જિલ્લા પંચાયતમાં કાલે કાેંગ્રેસના બે જૂથ વચ્ચે બળાબળના પારખાંઃ રાજકારણમાં ભારે ઉત્તેજના

  રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને કારોબારી સમિતિની બેઠક આવતીકાલે સવારે મળનારી છે. ગત સામાન્ય સભામાં કાેંગ્રેસના બળવાખોર જૂથે 6 કમિટીઆે આંચકી લીધા બાદ હવે આ કમિટીઆેના પાવર્સ પાછા ખેંચી લેવાની દરખાસ્ત આવતીકાલની સામાન્ય સભામાં કાેંગ્રેસના એક જૂથ દ્વારા મુકવામાં આવી છે અને બળવાખોર જૂથ આ દરખાસ્ત કોઈ સંજોગોમાં પસાર ન થાય તે માટે એડીચોટીનું … Read More

 • default
  સરકારી કર્મચારીઆેએ આંદોલનનું રણશિંગું ફૂંકયુંઃ તા.12થી રેલી-ધરણાં

  ગુજરાત સરકારના લાખો કર્મચારીઆેને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે અવારનવારની લેખિત-મૌખિક રજૂઆત છતાં મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં આખરે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ સહિતના યુનિયનના આગેવાનોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવી હવે જો પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આગામી તા.12થી સમગ્ર રાજ્યમાં કર્મચારીઆે આંદોલનના માર્ગે જશે તેવી ચેતવણી ઉચ Read More

 • નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી રૂા.730.90 કરોડની સહાય

  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધુ એક હિતકારી નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઈ યોજના હેઠળ વર્ષ 2018-19 માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂા.730.90 કરોડની સહાય મંજૂરી કરી છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના … Read More

 • રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું પરીણામ જાહેર,

  રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું પરીણામ જાહેર, 50,000 ઉમેદવારોમાંથી 55ની પસંદગી. કાલે કોને મળશે એપોન્ટમેન્ટ લેટર તેની યાદી માટે જુઓ આજકાલનું ફેસબુક પેજ. Read More

 • રાજકોટ સહીત ૮ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ હશે મ્યુ. કમિ., સરકારનો નિર્ણય

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના રાજકોટ સહીત આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે સંબંધિત મહાનગરોના કમિશનરોની નિમણૂંક કરવાનો નિર્ણય કર્યો છે. હાલ બહુધા સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે. જિલ્લા કલેકટરનો કાર્યભાર હળવો કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરને મહેસૂલી કામગીરી સાથોસાથ Read More

 • default
  રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડમાંથી મિલકત વેરાની 16973 વાંધા અરજી

  રાજકોટ શહેરમાં એપ્રિલ-2018થી મિલકત વેરામાં કાર્પેટ એરિયાબેઝ આકારણીની પધ્ધતિની અમલવારી બાદ માપણીમાં તેમજ મિલકતનું આયુષ્ય ગણવાના 5રિબળમાં વ્યાપક ભૂલો થતાં મહાપાલિકાના 18 વોર્ડમાંથી કુલ 16,973 વાંધા અરજીઆે આવી છે. અલબત આ અરજીઆે પૈકી 15713નો નિકાલ થયાનું હાલની સ્થિતિએ 1260 અરજીઆે જ પેન્ડિ»ગ હોવાનો તંત્રવાહકો દાવો કરી રહ્યા છે. Read More

 • જિ.પં.ની કારોબારી સમિતિની બેઠકના સમય સાથે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા ખાટરિયા જૂથની તૈયારી

  રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ખાસ બેઠક આગામી તા.31ના સવારે 10 વાગ્યે મળનારી છે. સમયના મુદ્દે ખાટરિયા જૂથે વિરોધનો સૂર ઉઠાવ્યો છે અને આ અંગે હાઈકોર્ટમાં રિટ કરવાની અને કારોબારી સમિતિનો સમય ફેરવવાની માગણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આજે સાંજ સુધીમાં આ અંગે હાઈકોર્ટમાં રિટ થાય તેવી શકયતા છે. સરકારી આેફિસો સવારે 10-30 … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL