Rajkot Latest News

 • default
  સાગરનગરમાં કાકાએ ભત્રીજાને બોલાચાલી બાદ માથામાં ઝીંકી ઈંટ

  શહેરના સાગરનગર વિસ્તારમાં રહેતા એક યુવાનને માથામાં ઈજાઓ થતાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયો છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સૂત્રોના જણાવ્યા મુજબ સાગરનગર વિસ્તારમાં પંચમુખા હનુમાન પાસે રહેતા સાગર ભુપત રાઠોડ ઉ.વ.૧૮ નામના યુવકને ગઈકાલે બપોરે કોઈ કારણોસર તેના કાકા વિજય વિક્રમ રાઠોડે માથામાં ઈંટ મારી ઈજાઓ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવનું … Read More

 • default
  લક્ષ્મીનગરમાં ૪૭ હજારના ઘરફોડી પાડોશી મહિલા સામે શંકાની સોય

  લક્ષ્મીનગરમાં રહેતા એક બાવાજી યુવાનના મકાનમાંથી રૂા.૪૭ હજારની માલમત્તાની ચોરી અંગે પાડોશી મહિલા સામે શંકાની સોય તાકતી ફરિયાદ પોલીસમાં થઈ છે. લક્ષ્મીનગર શેરી નં.૨માં રહેતા અશોકભાઈ પ્રવિણભાઈ ટીલાણી નામના બાવાજી યુવાને પોતાના ઘરમાંથી રૂા.૪૦ હજારની રોકડ તથા રૂા.૭ હજારની સોનાની બુટીની ચોરી થયાની ફરિયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાવી છે. જેમાં શકદાર તરીકે પાડોશમાં રહેતી ગીતા રાજે Read More

 • default
  કિસાનપરા ચોક પાસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને ફિનાઈલ ગટગટાવ્યું

  કિશાનપરા ચોકમાં રહેતો અને ખાનગી પેઢીમાં સેલ્સમેન તરીકે કામ કરતા યુવાને મિત્ર માટે વ્યાજે રૂપિયા લીધા બાદ વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતાં યુવાને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગેની વિગત મુજબ કિશાનપરા ચોક પાસે રહેતો ઋષી ભરતભાઈ જોષી ઉ.વ.૩૪ નામના યુવાને ગતરાત્રીના ૯ વાગ્યે પોતાના ઘરે ફીનાઈલ પી લેતાં સારવારમાં ખસેડવામાં … Read More

 • default
  બેડી ચોકડી પાસે ટ્રાન્સપોર્ટર પર મિત્ર સહિત સાત શખસોનો હુમલો

  મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ટ્રાન્સપોર્ટર યુવાન પર ખુદ તેના મિત્ર સહિતના શખસોએ મળીને હુમલો કર્યેા હતો. યુવાન પોતાના મિત્ર સાથે બેસીને ચા–પાણી પીતો હતો ત્યારે જ હુમલાખોરોએ બઘડાટી બોલાવી હતી. આ બનાવ અંગે જામનગર રોડ પાસે શેઠનગરમાં રહેતા પ્રફુલભાઈ શાંતિભાઈ લાંબા ઉ.વ.૨૬એ બી–ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે પડધરીના તેના મિત્ર સાગર ભવાન ડોડીયા … Read More

 • default
  રૈયાધારમાં જમાઈએ સસરાના માથામાં ચપ્પુના ઘા ઝીંકયા

  રૈયાધાર ખાતે પાણીના ટાંકા પાસે મહેશ આલાભાઈ પરમાર નામના શખસે ગત મોડીરાત્રે તેના સસરા પ્રેમજીભાઈ બધાભાઈ સિંધવ ઉ.વ.૬૦ને માથામાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ વિશે મહેશની પત્ની રેખા ઉ.વ.૩૪ રહે. રૈયારોડએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે મહેશ તેના પર અત્યાચાર ગુજારતો હોવાથી છેલ્લા ચાર માસથી તે રીસામણે છે. રેખાની બેન ભાવનાએ જણાવ્યું કે, કેટરર્સમાં કામ … Read More

 • default
  શ્રધ્ધાપાર્ક પાસે હદપાર કરાયેલો નામચીન શખસ ઝડપાયો

  કોઠારીયા રોડ પર શ્રધ્ધા પાર્ક ખાતે ભકિતનગર પોલીસે હદપાર કરાયેલા શખસને ઝડપી પાડયો હતો. ભૂતકાળમાં દારૂ અને મારામારીના વિવિધ કેસમાં સંડોવાઈ ચુકેલા શખસને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, શ્રધ્ધા પાર્કના બગીચામાંથી ગતરાત્રે સિકંદર ઉર્ફે સિકલો અલ્તાફ મોદી ઉ.વ.૨૩ને પકડવામાં આવ્યો હતો. બાબરીયા કોલોનીમાં રહેણાંક ધરાવતા સિકંદર વિરૂધ્ધ ભૂતકાળમાં દારૂ અ Read More

 • default
  જીવનકિરણ સોસાયટીમાં વણકર પ્રૌઢે ભુલથી ઝેરી દવા પીધી

  કોઠારીયા ગામમાં આવેલ જીવનકિરણ સોસાયટીમાં વણકર પ્રૌઢે ભુલથી ઝેરી દવા પી લેતાં અને નાણાવટી ચોકમાં યુવાનને અજાણ્યા ૩ શખસોએ ધોકાવતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગેની વિગત મુજબ કોઠારીયા ગામમાં આવેલ જીવનકિરણ સોસાયટીમાં રહેતા કરશન અમરા માકડીયા ઉ.વ.૫૦ નામના વણકર પ્રૌઢ આજે સવારે પોતાના હતા ત્યારે ભુલથી ઝેરી દવા પી લેતાં ઝેરી અસર થતાં સારવારમાં … Read More

 • default
  સ્ક્રેપના વાહનો નવા બનાવી વેચવાના કૌભાંડમાં ઝડપાયેલા મિનરલ વોટર ધંધાર્થીની જામીન અરજી મંજૂર

  રાજસ્થાનના રામગઢ જિલ્લાના તંગા રોડ પર આવેલા અનુરાગ મોટર્સ નામના હિરો હોન્ડા બાઈકની કંપનીના ગોડાઉનમાં આગ લાગવાથી કેટલાક બાઈક આગમાં ખાક થઈ ગયા હોય તેમાંથી રાજકોટના ભંગારના વેપારી જીજ્ઞેશભાઈ સંખારવાએ ૧૦૫ બાઈક લીધા હોય, જેમાંથી રેઈનરોક મિનરલ વોટર નામે કારખાનું ધરાવતા અને ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા દિપ ધીરૂભાઈ ભુતે ૧ વર્ષ અગાઉ નવી બાઈકની … Read More

 • default
  વેરાવળ: સ્લીપર કોચ બસના ડ્રાઈવર–કંડકટરને અધિકારીઓએ આપેલી મૌખિક સૂચનાથી પેસેન્જરો વચ્ચે માથાકૂટ

  વેરાવળ એસ ટી ડેપોમાંથી ઉપડતી લાંબા અંતરની સ્લીપર કોચની બસોમાં અધિકારીઓ દ્રારા જણાવેલા મૌખીક નિયમોને કારણે પેસેંજન્રો સાથે ડ્રાઇવર–કંડેકટરોને બોલાચાલી થતી હોય ત્યારે એસ.ટી. ના અઘિકારીઓ અને પેસેન્જરો વચ્ચે સુડી વચ્ચે સોપારી જેવી હાલત થતી હોવાનું એસ.ટી. વર્તુળમાં ચર્ચાય રહેલ છે. આ અંગે ચર્ચાતી વિગતો મુજબ વેરાવળ–સોમનાથ એસ ટી ડેપોમાંથી ઉપડતી એસ.ટી. ની સ્લીપર કોચ … Read More

 • default
  ભાઈએ ટીવી જોવાની ના પાડતા બહેને ફિનાઈલ ગટગટાવ્યું

  રાજકોટના વડાળ ગામમાં હજુ બે માસ પહેલા જ પરણેલી યુવતીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા. નાના ભાઈએ ટીવી જોવાની ના પાડતા તેણે આ પગલું ભયુ હતું. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, વડાળીમાં ગત રાત્રે જયોત્સના ઉ.વ.૨૫ તેના પિતા લવજીભાઈ મુળજીભાઈ મુછડીયાના ઘરે ટીવી જોતી હતી ત્યારે નાના ભાઈ નરેશે તેને ટીવી … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL