રિવાબા પર હુમલાની ઘટના બાદ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર એસપીની લીધી મુલાકાત

May 23, 2018 at 6:33 pm


જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર એક પોલીસ કોન્સ્ટેબલે વાહન અથડાવાની સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી કરીને નિર્લજજ હુમલો કરતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને પોલીસ કર્મીની ધરપકડ કરી હતી અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના દરમિયાન રવિન્દ્ર જાડેજા આઈપીએલની મેચમાં વ્યસ્ત હતો પરંતુ ગઈ કાલે સેમી ફાઈનલ મેચ જીત્યા બાદ તે જામનગર આવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ જામનગર એસપીની મુલાકાત લીધી હતી અને રીવાબાને પ્રોટેક્શન આપવા બદલ અને યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા બદલ પોલીસનો આભાર માન્યો હતો. તેમ જામનગરના એસપી પ્રદિપ સેજુડાએ આજકાલ સાથે વાત કરતાં જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL