રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યો આ નવો પ્લાન, જાણો વિગત

May 11, 2018 at 1:37 pm


રિલાયન્સ જીયોએ ફરીએકવાર નવો પ્લાન રજુ કર્યો છે. કંપનીએ અત્યાર સુધી સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન રજુ કયો છે. જીયોના આ પ્લાનની કિમંત બધી કંપની કરતા આ પોસ્ટપેડ પ્લાનની કિમંત ઓછી છે. રિલાયન્સ જીયો આ પોસ્ટપેડ પ્લાનની કિમંત ૧૯૯ રૂપિયા રાખી છે. આ પ્લાનમાં એક મહિનામાં 25gb ડેટા મળશ સાથે અનલીમીટેડ કોલિંગ અને જીયો એપની સબસ્ક્રિપ્શન પણ મળશે. કંપનીએ આ પ્લાનનું નામ ઝીરો ટચ પોસ્ટપેડ રાખ્યું છે.

જીયોનો આ નવો પ્લાન ૧૫ મેથી લાઇવ થઇ જશે. ત્યારબાદ તમે જીયોની વેબસાઈટ અને માય જીયો એપ બીલ ભરી શકશો. જીયોના આ પ્લાનથી તમે આંતરરાષ્ટ્રીય કોલિંગ ૫૦ પૈસે પ્રતિ મિનીટથી થઇ શકશે. ત્યાં જ આંતરરાષ્ટ્રીય રોમિંગના હિસાબે પ્રતિ મેસેજ ૨ રૂપિયા, પ્રતિ મિનીટ વોઈસ કોલિંગ ૨ રૂપિયા અને 2mb ડેટા માટે ૨ રૂપિયા હશે. જીયોની સામે એરટેલનો પ્લાન ૩૯૯ રૂપિયા, vodafonના પ્લાનની કિમંત ૩૯૯ રૂપિયા અને ideaના પોસ્ટપેડ પ્લાનની કિમંત ૩૮૯ રૂપિયા છે. આ ત્રણે પ્લાનમાં
20gb ડેટા મળે છે અને અનલિમીટેડ કોલિંગ મળે છે.

Comments

comments

VOTING POLL