વંદાના ત્રાસમાંથી મળશે 5 મિનિટમાં મુક્તિ….

July 31, 2018 at 1:26 pm


વરસાદ પડવાની શરૂઆત થાય એટલે ઘરમાં વંદાનો ત્રાસ વધી જતો હોય છે. વંદા સૌથી વધારે ઘરના રસોડા અને બાથરૂમમાં જોવા મળતાં હોય છે. રસોડામાં ખાવા પીવાની વસ્તુઓ આસપાસ ફરતાં વંદા સ્વાસ્થય માટે પણ હાનિકારક સાબિત થાય છે. તમે પણ જો વંદાથી પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપાય તમને ચોક્કસથી મદદ કરશે.

લવિંગ
લવિંગનો ઉપયોગ ભોજનમાં કરતા હોય છે. પણ જો તમારા રસોડામાં ખૂબ વધારે વંદા છે તો તેનાથી છુટકારો મેળવવા રસોડામાં અલગ અલગ જગ્યાઓએ લવિંગ મૂકી દેવા વંદા તુરંત ભાગી જશે.

ડુંગળી
વંદાને ભગાડવા માટે ડુંગળીનો રસ શ્રેષ્ઠ છે. ડુંગળીને ક્રસ કરી તેનો રસ કાઢી સ્પ્રે બોટલમાં ભરી લો અને જ્યાં જ્યાં વંદા થતા હોય ત્યાં આ સ્પ્રે છાંટી દો. થોડા થોડા દિવસે આ કામ કરતું રહેવું વંદાથી કાયમ માટે મુક્તિ મળશે.

Comments

comments

VOTING POLL