ચોમાસામાં સારો વરસાદ થાય તે મહિલાઓ કરે ‘આવું’ કામ…

May 15, 2018 at 5:18 pm


ઉનાળામાં જ્યારે ગરમી અંગ દઝાડે અને પાણીની તંગી સર્જાય ત્યારપછી વિના મુલ્યે મળતાં પાણીની કદર થતી હોય છે. આપણા દેશમાં વર્તમાન સમયમાં પણ એવા ગામ છે જ્યાં લોકો ચોમાસાની કાગડોળે રાહ જોતાં હોય છે. લોકો પાણીના એક એક ટીપાં માટે તરસતાં લોકો અનેક ટોટકા અને ઉપાયો કરતાં હોય છે જેનાથી મેઘરાજાની કૃપા તેમના ગામ પર વરસાદ બની અને વરસે. આ રીવાજો વિશે જાણી આશ્ચર્ય જરૂરથી થશે પરંતુ લોકો જ્યાં પાણીના ટીપે-ટીપાં માટે તરસતાં હોય ત્યાં મેઘરાજા મનમુકીને વરસે તેવી ઈચ્છા સાથે આ પ્રકારના ઉપાયો કરવામાં આવે છે.

– ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક ગામ એવા છે જ્યાં વરસાદ થાય એ માટે મહિલાઓ નિર્વસ્ત્ર થઈ અને હળ ચલાવે છે. આ ઉપાય મહિલાઓ રાતના સમયે કરતી હોય છે. જો કે આ સમયે ખેતરમાં પુરુષોને પ્રવેશ કરવાની મનાઈ હોય છે.

– મધ્યપ્રદેશના ઈંદોરમાં એક ગામ છે જ્યાં દર વર્ષે લોકો વરરાજાને ગધેડા પર બેસાડી તેનો વરઘોડો કાઢે છે અને એવું માને છે કે આમ કરવાથી મેઘરાજાની કૃપાથી સારો વરસાદ થશે.

– મહારાષ્ટ્રમાં એક એવું ગામ છે જ્યાં લોકો વરસાદ થાય તે માટે હિંદૂ રીત-રીવાજોથી દેડકાના લગ્ન કરાવે છે.

Comments

comments

VOTING POLL