ગરમીમાં પણ આ મિલ્કશેક તમને રાખશે cool cool

April 14, 2018 at 1:40 pm


-ગરમીના દિવસોમાં ઠંડક મેળવવા માટે લોકો ઠંડા પીણા અને આઈસક્રીમનું વધારે સેવન કરે છે. પરંતુ આ વસ્તુઓ થોડીવારમાં જ ગરમી દૂર કરી શકે છે. ગરમીની અસર શરીરને ન થાય તે માટે ખાસ મિલ્કશેકનું સેવન કરવું જોઈએ. આ મિલ્કશેક ખાસ એટલા માટે છે કે તેનું સેવન કરવાથી શરીરની અંદરની ગરમી પણ દૂર થઈ જશે. તો ચાલો જાણી લો કયું છે આ મિલ્કશેક.

આ મિલ્ક શેક બનાવવા માટે દૂધ, તકમરીયાંના બી, રોઝ સીરપની જરૂર પડશે. તકમરીયાના બીને 2થી 3 કલાક માટે દૂધમાં પલાળી રાખવા, બી ફુલી જાય એટલે એક બાઉલમાં દૂધ લેવું તેમાં જરૂર મુજબ રોઝ સીરપ ઉમેરવું અને બ્લેન્ડર ફેરવવું. દૂધ અને રોઝ સીરપ એકરસ થાય એટલે તેમાં તકમરીયાના બી ઉમેરી ઠંડુ કરવા મુકી દેવું. આ મિલ્કશેક દિવસમાં બે વખત પીવું. ઉનાળામાં પણ તમારું સ્વાસ્થ્ય રહેશે ટનાટન

Comments

comments

VOTING POLL