સલમાનને પણ વિલન બનવાની ચાનક ચડી

March 23, 2018 at 5:55 pm


સલમાન ખાને તેની રેસ થ્રીનું શૂટિંગ શરુ કરી દીધું છે. તેની સાથે તેમાં જેકલિન ફનાર્ન્ડિઝ છે. આ ફિલ્મમાં કહેવાય છે કે તે વિલનનો રોલ કરવાનો છે, હીરોનો નહી. સૂત્રોના જણાવવા પ્રમાણે તે એવા સાયકોલોજિકલ વિલનની ભૂમિકા ભજવશે, જે તેના દુશ્મનોનો ખાતમો બોલાવવા વિવિધ યોજનાઆે બનાવીને માઈન્ડ ગેમ્સ રમે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સલમાને વિલનનું પાત્ર નહોતું ભજવ્યું, પણ હવે તેણે રેસ થ્રીમાં વિલનનું પાત્ર ભજવવાનું નક્કી કર્યું છે. જોકે, તેમાં તે વિલનનું પાત્ર સામાન્ય રીતે હોય છે તેવું નહી ભજવે, જે લોકોને મારવાનું કામ કરે છે. સામાન્ય રીતે બોલીવૂડમાં વિલનો એવા સ્ટિરિયોટાઈપ હોય છે, જેઆે શહેરમાં લોકોની હત્યા કરીને આતંક ફેલાવે છે, શરાબ પીવે છે અને યુવતીઆેનો પીછો કરતા રહે છે, પણ સલમાન આમાંનું કંઈ નહી કરે. તેણે રેસ થ્રીના સર્જકોને પણ તેણે સ્પષ્ટ રીતે કહી દીધું છે. તે જુદા પ્રકારનો સાયકોલોજિકલ વિલન બનશે. સલમાન કહે છે, હું તેમાં મારા મગજમાં વિવિધ યોજનાઆે બનાવું છું અને નિર્દયી રીતે સત્તાનો ઉપયોગ કરીને લડાઈ નથી જીતતો. મારી સોશિયલ ફોમ્ર્યુલા હશે. સલમાને કેટલાક વર્ષ પહેલા જાહેર કર્યું હતું કે, નેગેટીવ કેરેક્ટર નહી ભજવું. મારે વિલન નથી બનવું હું ફક્ત દર્શકોને મનોરંજન કરાવવા માગું છું. મારે ફકત હીરો બની રહેવું છે, સારો માણસ બનવું છે, જેની યાદ લોકો પોતાના ઘરે લઈ જાય. પણ સલમાને આ વર્ષે એકાએક નિર્ણય લીધો કે તે વિલન બનશે. તેનું કારણ કદાચ તેને આ રોલ શ્રેષ્ઠ લાગ્યો હશે. જેમ કે શાહરુખ ખાનનો ડરનો રોલ અને સૈફઅલી ખાનનો આેમકારાનો રોલ હતો.

આ ફિલ્મોમાં તેઆે વિલન હોવા છતાં તેઆે દર્શકોને જીતવામાં બાજી મારી ગયા હતા. રેસ થ્રીમાં સલમાન ખાન, જેકલિન ફનાર્ન્ડિઝ, અનિલ કપૂર, બોબી દેઉલ અને ડેઈઝી શાહ છે. ફિલ્મ 18 જૂન, 2018ના રિલીઝ થશે. રેમો ડિસૌઝાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનો સહ-નિમાર્તા સલમાન ખાન છે.

Comments

comments