રશિયન ઓપન ટૂર સુપર ૧૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં સૌરભ વર્માએ જીત્યું ટાઈટલ

July 30, 2018 at 1:09 pm


પૂર્વ નેશનલ ચેમ્પિયન સૌરભ વર્માએ રશિયન ઓપન ટૂર સુપર ૧૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં જાપાનના કોકી વતાનાબે સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરતાં આ સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. ૨૫ વર્ષીય સૌરભે એક કલાક સુધી ચાલેલી પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ૧૧૯મો ક્રમાંક ધરાવતા વતાનાબેને ૧૮-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૭થી પરાજય આપ્યો હતો. સૌરભ વર્મા રશિયા ઓપનમાં ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યો. તેના પહેલાં ૨૦૧૬માં મહિલા વિભાગમાં ઋત્વિકા શિવાની ગડ્ડેએ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ ગેમમાં સૌરભ સામે વતાનાબેએ શરૂઆતથી જ લીડ જાળવી રાખી હતી અને તે એક સમયે ૧૧-૫થી આગળ હતો. સૌરભે વળતી લડત આપતાં સ્કોર ૧૧-૧૨ કરી દીધો હતો પરંતુ વતાનાબેએ ફરી ૧૮-૧૩ની લીડ મેળવી લીધી હતી. સૌરભે ફરી વાપસી કરતાં ૧૮-૧૮ની બરાબરી મેળવી લીધી હતી પરંતુ વતાનાબેએ તે પછી સતત ત્રણ પોઇન્ટ મેળવી પ્રથમ સેટ ૨૧-૧૮થી જીતી લીધો હતો.

Comments

comments

VOTING POLL