એસબીઆઈએ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કર્યેા

March 1, 2018 at 11:02 am


સ્ટેટ બેન્ક આફ ઈન્ડિયાએ રિટેલ ડિપોઝિટ (મુદતી) દરમાં ૧૦ થી ૫૦ બેઝિઝ પોઈન્ટનો વધારો કર્યેા છે. બેન્કની વેબસાઈટ પર જાહેરાત કરતા જણાવાયું હતું કે ૭ થી ૪૫ દિવસની ડિપોઝિટ પર વ્યાજદર ૫.૨૫ ટકાથી વધારીને ૫.૭૫ ટકા કરાયા છે. નવા દર બુધવારથી અમલી બન્યા છે. એક વર્ષની ડિપોઝિટ પર વ્યાજદર હવે ૬.૪૦ ટકા થયા છે જે અગાઉ ૬.૨૫ ટકા હતા. બે વર્ષથી ૧૦ વર્ષની મુદતની ડિપોઝિટ પર વ્યાજ દર વધારીને ૬.૫ ટકા કરાયા છે, જે અગાઉ ૬ ટકા હતા.

વરિ નાગરિકોને ડિપોઝિટ પર વ્યાજ હવે ૭ ટકા મળશે જે અગાઉ ૬.૫ ટકા હતા. નવી ડિપોઝિટ અને પાકતી મુદત બાદ રીન્યુ કરાનાર ડિપોઝિટને નવા દર લાગુ પડશે, એમ એસબીઆઈએ નોટિફિકેશનમાં જણાવ્યું હતું. ા. એક કરોડથી ઉપરની બલ્ક ડિપોઝિટ પર પણ વ્યાજદર વધાર્યા છે.

એસબીઆઈએ . એક કરોડથી વધુની બલ્ક ડિપોઝિટ પરના વ્યાજદરમાં પણ વધારો જાહેર કર્યેા છે. સામાન્યપણે ડિપોઝિટ પરના વ્યાજદરમાંનો વધારો ધિરાણ દરમાંના સંભવિત વધારા ભણી નિર્દેશ કરે છે

Comments

comments